ગાંધીનગર: ખેડૂતો પરથી માવઠાનું સંકટ હજુ નથી ટળ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 થી 13 એપ્રિલના ગુજરાતમાં માવઠું પડશે. 11 એપ્રિલે કચ્છ જિલ્લામાં માવઠું પડશે. 12 એપ્રિલે અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને વડોદરા જિલ્લામાં માવઠું પડશે.
જ્યારે 13 એપ્રિલે અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે તાપમાનનો પારો પણ વધશે. પવનની દિશા બદલાતા આગામી ત્રણ દિવસ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે.
આજે રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે. કચ્છ જિલ્લાનું મુખ્યમથક ભૂજ રહ્યું સૌથી ગરમ. ભુજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર. સુરત અને વડોદરામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર, ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ બાદ ભડકી હતી હિંસા
ગીર સોમનાથ: ગીર સોમનાથના ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવું કાજલ હિંદુસ્તાનીને ભારે પડ્યું છે. ઉના પોલીસે કાજલ હિંદુસ્તાનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર કર્યા છે. રામ નવમીના દિવસે ઉનામાં ધર્મસભાને કાજલ હિંદુસ્તાનીને સંબોધી ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી ઉઠી હતી. 1 એપ્રિલના રોજ ઉના પોલીસે લગભગ 75 કથિત તોફાનીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. કાજલ હિંદુસ્તાની સામે IPC કલમ 295(A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીના ભાષણને કારણે સર્જાયેલી તંગદિલી વચ્ચે ઉના શહેરના એક સંવેદનશીલ વિસ્તારમાં શનિવારે રાત્રે બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કાજલ હિન્દુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી હતી.
કાજલ હિન્દુસ્તાની મૂળ રાજસ્થાનના સિરોહીના છે અને હાલમાં ગુજરાતના જામનગર અને અમદાવાદમાં રહે છે. કાજલ હિન્દુસ્તાની ખુલ્લેઆમ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની હિમાયત કરે છે. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. તે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરતી રહે છે. રામનવમીના દિવસે પણ તેઓ એક હિન્દુ સંમેલનમાં પહોંચ્યા હતા અને ભાષણ આપ્યું હતું.