Crime News :સુરત શહેરમાં કે.એસ.ડીજીટલ ગ્રુપ દ્વારા લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાના આક્ષેપ થયો છે. કે.એસ.ડીજીટલ ગ્રુપ દ્વારા લોકોને અનાજની કીટના નામે અનેક લોકો પાસેથી રૂપિયા લઈને અનાજની કીટ કે રૂપિયા પરત ના આપતા લોકો રોષે ભરાયા હતા. અગાઉ પણ આ મામલે વિરોધ થઇ ચુક્યો છે ત્યારે આજે પુણા વિસ્તારમાં લોકોનો વિરોધ સામે આવ્યો હતો. પુણા વિસ્તારમાં આવેલી કે.એસ.ડીજીટલ ગ્રુપની ઓફિસે રોષે ભરાયેલા લોકો એકઠા થયા હતા અને વિરોધ સાથે હોબાળો મચાવ્યો હતો
K S ડિજિટલ ગ્રુપ દ્વારા હજારો લોકો સાથે કરોડની ઠગાઈ કરી છે. સુરતમાં કે.એસ. ગ્રુપે પ્રતિ વ્યક્તિ પાસેથી 7 હજાર રૂપિયા લઈ અનાજની કીટ આપવાની લાલચ આપી હતી. જો કે પૈસા લીધા બાદ અનાજની કીટની ન આપતા લોકો રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં લોકો K S ગ્રુપના ઓફિસ પર પહોંચી હોબાળો કર્યો હતો. લોકો સાથે અનાજની કીટના નામે કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે.
Surat: 2.50 લાખની રોકડ લૂંટીને ફરાર થયા હતા, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી
સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં ચાર દિવસ પહેલાં બાઈક પર આવી 3 શખ્શો મની ટ્રાન્સફરની એક દુકાનમાં ઘૂસ્યા હતા. દુકાનદારને પિસ્તોલ બતાવી ત્રણેય શખ્શ ટેબલના ખાનામાંથી 2.50 લાખ રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. તેમની આ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ચાર જ દિવસમાં પોલીસે સોનુ વર્મા અને અભિષેક સિંહ નામના બે શખ્શને દબોચી લીધા છે. સન્ની નામનો શખ્સ હજુ ફરાર છે. આરોપી સન્ની થોડા દિવસ પહેલાં જ ડિંડોલી વિસ્તારમાં મની ટ્રાન્સફર કરાવવા ગયો હતો. આ સમયે તેણે રૂપિયાના બંડલો જોઈ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અલગ-અલગ જગ્યાએ રેકી કરી હતી. અંતમાં લીંબાયત વિસ્તારમાં લૂંટને અંજામ આપ્યો હતો.
Gujarat: મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા
મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી 7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.