વાપીઃ આસો મહિનો પૂર્ણતાના આરે છે તેમ છતાં મેઘરાજા ગુજરાતમાંથી વિદાય થવાનું નામ નથી લઈ રહ્યા. અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે આજે તાપી અને મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.




તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની છાંટા પડ્યા હતા. જ્યારે મહિસાગરના લુણાવાડામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.



દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રવિવાર-સોમવાર દરમિયાન 30થી 40 કિલોમીટર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે. આ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.



દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

સુરતઃ જાણીતી ડાન્સર સપના ચૌધરી સામે થઈ અરજી, જાણો શું છે સમગ્ર મામલો

રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન, જાણો વિગતે

ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ