ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ તો આવતીકાલે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત અને વલસાડ તો 16 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, વલસાડ તો 17 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, જૂનાગઢ, અરવલ્લી, મહેસાણા, સુરત, વલસાડ, ડાંગ, મહીસાગર તો 18 માર્ચે અમરેલી, જૂનાગઢ, દાહોદ, ડાંગ, તાપી, વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
Gujarat: ભક્તો પાવાગઢ મંદિરમાં છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે, મંદિરના ટ્રસ્ટનો નિર્ણય
પાવાગઢ: ગુજરાતના સુપ્રસિદ્ધ ધામ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ થમ્યો જ હતો ત્યાં તો યાત્રાધામ પાવાગઢમાં નવો વિવાદ થયો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી કે હવેથી માઈભક્તોને છોલેલા શ્રીફળ સાથે મંદિરમાં પ્રવેશ નહીં અપાય. મંદિર ટ્રસ્ટની સૂચના અનુસાર શક્તિદ્વાર એટલે કે દુધિયા તળાવથી જ ભક્તોનું ચેકિંગ શરૂ કરાશે. જો ભક્તો પાસે છોલેલુ શ્રીફળ મળશે તો કાર્યવાહી કરાશે. આની પાછળ સ્વચ્છતાનું કારણ આપવામાં આવ્યું છે. જોકે, મંદિર ટ્રસ્ટના આ નિર્ણયથી કેટલાક ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આગામી તારીખ 20 માર્ચથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે.
Ambaji Prasad Controversy: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ, સંતો-શ્રદ્ધાળુઓ સામે ઝૂકી સરકાર
Ambaji Prasad Controversy: શક્તિપીઠ અંબાજીમાં એક સપ્તાહથી શરૂ થયેલા મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે. અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અંબાજી મંદિરના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં પ્રસાદ ચાલુ રાખવો કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો