Unseasonal Rain: રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન પહોંચ્યુ છે, ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થયુ રહ્યું છે જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

Continues below advertisement


તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે, અને હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે. 


રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને મહેનત પાણીમાં જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી છે કે માવઠાની નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરાશે અને સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર કરાશે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતોએ આર્થિક નુકશાનનું પુરતું અને યોગ્ય વળતર મળે તેવી માગ કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે માવઠાની નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરાશે અને સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર કરાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે અને અંદાજે 10 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન પામ્યો છે. ઘણા વર્ષો બાદ આ સમયે માવઠું થયું છયું છે. તેમણે કહ્યું કે મંત્રીઓને અલગ-અલગ વિસ્તારની જવાબદારી સોંપી છે અને તમામ જિલ્લામાં રિયલ ટાઇમ મોનિટરિંગ થઇ રહ્યું છે. સોયાબીન, શેરડી, તુવેરના પાકમાં નુકસાન થયું છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની પડખે ઉભી છે.