Unseasonal rain: ગુજરાતમાં ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. રાજ્યના શિયાળુ વાવેતર કરનાર રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ભેજના કારણે 25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠુ પડી શકે છે.


25 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નવ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર, તો દાહોદ અને પંચમહાલ જિલ્લામાં માવઠુ વરસી શકે છે.


26 નવેમ્બરે અમદાવાદ, ગાંધીનગર સહિત મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સાત, તો મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ માવઠું વરસી શકે છે. બે દિવસ માવઠાની આગાહીને લઈને હવામાન વિભાગનું રાજ્યના ખેડૂતોને સલાહ આપી હતી. ખેડૂતોને તૈયાર પાક પલળે નહીં તેથી પાકને ઢાંકીને રાખવાની હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી હતી.


માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં દિવસે દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. સાત શહેરમાં 21 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું તો આઠ શહેરોમાં 20 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25 અને 26 નવેમ્બરે રાજ્યમાં માવઠુ થઇ શકે છે, પશ્ચિમ બંગાળ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ પેદા થઇ છે, અને આ કારણે કેટલાય ભાગોમાં માવઠુ થવાનુ પુરેપુરી શક્યતા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે, ખેતરમાં પડેલા પાકને ઢાંકીને રાખવો, જેથી નુકસાન નહીંવત થાય.


બંગાળની ખાડીમાં ફરી આવશે ચક્રવાત, આ વિસ્તારોમાં થશે વરસાદ


ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાત તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડી પર બની રહેલુ દબાણ શુક્રવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગે કહ્યું કે ઓડિશા પર તેની કોઈ મોટી અસર નહીં થાય અને તે બાંગ્લાદેશના કિનારા તરફ આગળ વધશે. IMD એ ગુરુવારે (16 નવેમ્બર) જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તે આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમના 420 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પશ્ચિમ બંગાળમાં દીઘાથી 410 કિમી દક્ષિણ-પૂર્વમાં, બાંગ્લાદેશમાં ખેપપુરાથી 540 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ઓડિશામાં પારાદીપથી 270 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે.