હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદનું ઝાપટું પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બનાસકાંઠાના વાવ સુઈગામમાં અચાનક ભારે પવન સાથે ગાજવીજ થતા વરસાદી ઝાપટા પડ્યા. ભાવનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઊંઝાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોના પાકમાં જીવાત પડે તેવી ભીતિ છે.પાટણના શંખેશ્વર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો.પાટણમાં જીરું ,ચણા ,સવા,ઘઉં રાયડુ,એરંડા સહિતના પાકોને નુકશાન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સુઈગામ તાલુકાના સરહદી ગામડાઓમાં ભારે તોફાની પવન સાથે વરસાદ પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો.