અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના કચરામુક્ત શહેરોનું રેટિંગ જાહેર કરવામાં આવ્યં છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે કચરામુક્ત શહેરોની જાહેર કરી હતી. જેમાં છત્તીસગઢના અંબિકાપુર, ગુજરાતના રાજકોટ અને સુરત, કર્ણાટકના મૈસૂર, મધ્યપ્રગેસના ઈન્દોર અને મહારાષ્ટ્રના નવી મુંબઈને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.



હરિયાણાના કરનાલ, ગુજરાતના અમદાવાદ, નવી દિલ્હી, આંધ્રપ્રદેશના તિરુપતિ અને વિજયવાડા, ચંદીગઢ, છત્તીસગઢના ભિલાઈ નગરને 3 સ્ટાર રેટિંગ મળ્યું છે. દિલ્હી કેંટ, વડોદરા અને રોહતકને 1 સ્ટાર રેટિંગ મળ્યું છે.

ઈન્દોરે સેવન સ્ટાર લાવવા ઘણી મહેનત હતી. ગત વર્ષે 5 સ્ટાર રેટિંગમાં માત્ર 3 શહેરને સ્થાન મળ્યું હતું. સ્ટાર રેટિંગમાં મધ્યપ્રદેશમાં કુલ 18 શહેરને સ્થાન મળ્યું છે.