અમરેલી: રાજ્યમાં  ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે.  અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાંભા શહેર, નાનુડી ગામ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  સાવરકુંડલા તાલુકાના આદસંગ,ખોડીયાણા સહિત આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. 




અરવલ્લી જિલ્લામાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સાંજ થતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો.  વરસાદી વાતાવરણ બનતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. 


અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  યાત્રાધામ અંબાજીમાં  પવન સાથે ઝરમર ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે ગરમી બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી હતી.


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા 8 દિવસમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. જો હજુ પણ કમોમસી વરસાદ પડે તો સૌથી વધારે નુકસાન કેરીના પાકને થશે. સાથે જ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થઈ શકે છે. આ વર્ષે મગફળી, તલ, મગ અને બાજરા સહિતની જણસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જોકે મગફળીના પાકને વરસાદથી ફાયદો થાય છે જ્યારે બાકીના તમામ ઉનાળુ પાકને નુકશાન થઈ શકે છે.


આ સમયે માવઠું થાય તો પાછોતરા ઘઉં,વરીયાળી સહિતના પાકોને નુકશાન થવાનો ભય ઉભો થયો છે. બીજી બાજુ મિશ્ર ઋતુને કારણે છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ બિમારીઓમાં વધારો થઈ રહયો છે. અનેક લોકો શરદી, ઉધરસ,તાવ જેવી બિમારીઓમાં સંપડાયેલા છે. હવામાનના પલટાને કારણે વાયરલ બિમારીઓ વધવાની આશંકા રહેલી છે.જેના કારણે કોરોનાના કેસોમાં પણ  ઉછાળો આવી શકે છે.


આ વર્ષે મગફળી, તલ, મગ અને બાજરા સહિતની જણસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જોકે મગફળીના પાકને વરસાદથી ફાયદો થાય છે જ્યારે બાકીના તમામ ઉનાળુ પાકને નુકશાન થઈ શકે છે.