વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, બનાસકાઠા, અને સહિતના જિલ્લામાં વરસાદ પડતાં શિયાળું પાક માટે ખેડૂતોની ચિંતા વધી છે.


વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, બનાસકાઠા, અને સહિતના જિલ્લામાં વરસાદ પડતાં શિયાળું પાક માટે ખેડૂતોની ચિંતા વધી છે.


સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ વરસ્યો, વઢવાણ,જોરાવર નગર, દુધરેજ, ચોટીલા સહિતના તાલુકામાં વરસાદી ઝાપટાના કારણે અહીં ખેતરમાં ઉભા  જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે સતત બીજા દિવસે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો.ગાંધીનગરમાં   માવઠાના કારણે  તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં પણ વધારો થતાં લોકો હાડથીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ..


સતત બીજા દિવસે અમદાવાદમાં  પણ વરસાદી માહોલ રહ્યો અહીં . શહેરના રાણીપ, ઈસ્કોન, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. ભર શિયાળે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં  વરસાદ વરસતાત ખેડૂતની ચિંતા વધી છે. ...ધાનેરા, દાંતીવાડા, ડીસા અને કાંકરેજમાં પડ્યા વરસાદી ઝાપટાં પડ્યા હતા....તો દિયોદર, કાંકરેજ અને લાખણી સહિતના વિસ્તારોમાં પણ માવઠું થયું હતું. ...જીરું, બટાટા અને રાયડા સહિતના પાકને નુકસાન થવાનો ખેડૂતોમાં ભય સેવાઇ રહ્યો છે.ય .


હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદના આગમને ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધારીછે.  અહીં શહેર અને  ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટાં પડ્યાં હતા.વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થવાનો ખેડૂતોમાં ભય સેવાઇ રહ્યો છે.


સાબરકાંઠાના અનેક સ્થળોએ કમોસમી વરસાદના કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.  હિંમતનગર, વડાલી એને ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ... વરસાદના કારણે રવિ પાકમાં રોગચાળો વકરવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા જોવાઇ રહી છે. ... ઘઉં, તમાકુ, વરિયાળી, બટાટા, શાકભાજીના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.


દિલ્હી અને યુપીમાં વરસાદનું એલર્ટ


આ સાથે જ આ બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં 29 જાન્યુઆરી એટલે કે આજે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદ પછી, મહત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.


તાપમાન વધવાની ધારણા છે









પહાડી રાજ્યોમાં હિમવર્ષા


હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં અટલ ટનલ નજીકના વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ હિમવર્ષા ચાલુ છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી