Uttarayan 2024 Live Updates : દાહોદમાં વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત, પરિવારમાં શોકનો માહોલ

Uttarayan 2024 Live Updates : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પતંગબાજો વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા છે

gujarati.abplive.com Last Updated: 14 Jan 2024 03:42 PM

બ્રેકગ્રાઉન્ડ

Makar Sankranti 2024: પતંગરસિકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર  14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની...More

વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત

દાહોદમાં મકરસંક્રાતિનો તહેવાર માતમમાં ફેરવાયો છે. અહીં પતંગ ઉડાવતા સમયે કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે. દાહોદ જીલ્લાના કથોલીયા ગામે આ દુર્ઘટના બની હતી. દસ વર્ષેનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતો હતો ત્યારે વીજ કેબલોમાં દોરી ફસાતા કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા આસપાસના લોકો અને પરિજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને પીએમ માટે  લઈ જવાયો હતો. ઘટનાને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ છવાયો છે.