કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટ્સ અંગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન હવે જીગ્નેશ મેવાણીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જીગ્નેશ મેવાણી બે પોલીસકર્મીઓ વચ્ચે ગાડીમાં બેઠા બેઠા સાઉથની ફિલ્મ 'પુષ્પા' સ્ટાઇલમાં 'મૈં ઝુકેગા નહીં' જેવી સ્ટાઈલ બતાવે છે.
વાયરલ થયેલ આ વીડિયો રાત્રીના સમયનો લાગી રહ્યો છે અને વીડિયોમાં જીગ્નેશ મેવાણીને આસામ પોલીસ ગાડીમાં બેસાડીને લઈ જઈ રહી છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણીનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જીગ્નેશ સાઉથની ફિલ્મ પુષ્પાની જાણીતી સ્ટાઈલ મેં ઝુકેગા નહી કરતો દેખાય છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆર અનુસાર, જીગ્નેશે કથિત રીતે એક ટ્વિટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ગોડસેને ભગવાન માને છે'. ત્યાર બાદ જીગ્નેશ મેવાણીની અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને આસામ લઈ જવામાં આવ્યા હતા.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રાહત, PM મોદી પર કરવામાં આવેલા ટ્વિટ મામલે આસામ કોર્ટમાંથી મળ્યા જામીન
પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની કોર્ટે જામીન આપ્યા છે. વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી.