જૂનાગઢમાં વડીયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિરૂદ્ધ પરિણીતાને લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્ત પરિણીતાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




મૂળ પોરબંદર અને હાલ જૂનાગઢમાં રહેતી સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્ત પરિણીતા પતિથી અલગ રહેતી હતી. જેની જાણ વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજીને થઈ હતી. ત્યાર બાદ સ્વામી આનંદ સ્વરૂપદાસજીએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. થોડા દિવસો બાદ સ્વામીએ પરિણીતા સાથે વોટ્સઅપ ચેટિંગ પણ શરૂ કરી દીધું હતું. થોડા દિવસો બન્ને વચ્ચે વાતચીત ચાલી.

જોકે થોડા દિવસ પહેલાં જ જૂનાગઢમાં આવેલા શિશુમંગલ રોડ પર કારમાં છરી બતાવી ચાલુ કારે સ્વામીએ પરિણીતાનો બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ પરિણીતાએ સ્વામીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.