સ્ટેડિયમ બનાવવા માટે સરકાર 5 કરોડ રૂપિયા આપશે. જ્યારે 4 કરોડ રૂપિયા 14માં નાણાપંચમાંથી મળશે. તેમજ સ્ટેડિયમમાં 2 કરોડ રૂપિયાની ફ્લડ લાઈટો લગાવવામાં આવશે. મળતી માહિતી મુજબ 24,000 સ્ક્વેર મીટરનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
આ સ્ટેડિયમ મહેસાણામાં સ્થિત મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવશે. જેમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, હેન્ડ બોલ અને ટેનિસ કોર્ટ રમત રમાઈ શકે તે માટે બનાવવામાં આવશે. આ સિવાય ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ટડ લાઈટો હશે તથા 3 હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
સ્ટેડિયમમાં રણજી કક્ષાની મેચ રમાઈ શકે તે પ્રકારે આંતરરાષ્ટ્રીય પ્રકારનું સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ વસ્તુ 24 હજાર સ્કેવેર ફૂટ એરિયામાં તૈયાર કરવામાં આવશે.