Fake FB Account:વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક અકાઉન્ટ બનાવીને આ અકાઉન્ટ દ્રારા લોકો પાસેથી નાણા માગતા હોવાની ઘટના સામે આવી છે. સતીશ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી  આ મુદ્દે જાણકારી આપી છે. નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે નાણાં માંગતા મામલો પ્રકાશમાં આવતા, સતીશ પટેલે આવા ફેક અકાઉન્ટને ઇગ્નોર કરવા અને આવા  લોકોને સહયોગ ન આપવા અપીલ કરી છે.                                                 



વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું સોશિયલ  મીડિયામાં ફેસબુક એકાઉન્ટ ફેક બનતાની  સાથેજ વડોદરા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સતીશ પટેલે પોતાના મોબાઈલ ફોનમાં પોતાનું એકાઉન્ટ જોતા ચોકી ગયા હતા. આ મામલાની તેમને જાણ થતાં જ સતીશ પટેલ કરજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ દાખલ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની અરજી બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. આ પ્યોર-પ્લે પેરોડી એકાઉન્ટ્સથી માંડીને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલા એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોઈ શકે છે. આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે. , કેટલાક બૉટસ દ્વારા પણ બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી/રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં  છે.                                      


આ પણ વાંચો
હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની અદાણીને રાહત, બાકીની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો
વિપક્ષ તોડો અભિયાન માટે ભાજપે બનાવી કમિટી, ભરત બોધરાને બનાવ્યા કમિટીનાં અધ્યક્ષ
Hit And Run: ભારતમાં જ હિટ એન્ડ રનના સૌથી વધુ કેસ કેમ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો?
હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવી મોંઘી પડશે, પરીક્ષા ફીમાં ચાર ગણો વધારો થશે