Rogcharo News: રાજ્યમાં અત્યારે શિયાળી સિઝન જામી છે, ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે, હવે આ બધાની વચ્ચે રાજ્યમાં રોગચાળાનું પ્રમાણ પણ ખુબ વધવા લાગ્યુ છે. તાજા રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં ગયા વર્ષની સરખામણીમાં રોગચાળાનુ પ્રમાણ વધ્યુ છે. શહેરમાં પાણી જન્ય રોગો, વાયરલ ફિવર, ઝાડા ઉલ્ટી અને ટાઇફૉઇડ જેવા રોગોના દર્દીઓમાં વધારો નોંધાયા છે. 


હાલમાં તાજા મળતી માહિતી પ્રમાણે, ગયા વર્ષની સરખામણીમાં અમદાવાદમાં રોગચાળાનું પ્રમાણ વધ્યુ છે. શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, જેના કારણે ઝાડા ઉલ્ટી અને ટાઈફૉઇડ જેવા દર્દીઓમાં વધારો થયો છે, આ કેસો ગયા વર્ષની સરખામણીમાં વધુ નોંધાયા છે. શહેરમાં પાણીજન્ય રોગોમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને ઝાડા-ઉલ્ટી, ટાઈફૉઈડ અને કમળાના કેસો વધ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા અને વટવા વિસ્તારમાં કૉલેરા ફરી વકર્યો છે. ચાલુ ડિસેમ્બર મહિનામાં ગત વર્ષના ઝાડા ઉલ્ટીના કેસો સામે વધુ કેસો નોંધાયા છે. ઝાડા-ઉલ્ટીના 464 જ્યારે ટાઇફૉઇડના 343 જેટલાં કેસો નોંધાયા છે. જે વિસ્તારમાં પાણીજન્ય રોગો વધ્યા છે ત્યાં પાણીના સેમ્પલ લેવાની અને ક્લૉરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યૂના 87, મેલેરિયાના 48, ઝેરી મેલેરિયાના 20 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. જ્યાં પણ પાણીજન્ય કેસ સામે આવે છે ત્યાં પાણીની લાઈનો તપાસ કરવાની અને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન 3343 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 29 સેમ્પલ અનફિટ આવ્યા છે.


અમદાવાદમાં કોરોનાના 3 કેસ નોંધાયા, જાણો એક્ટિવ કેસની સંખ્યા ?


અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતાં મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે દરરોજ 100ના બદલે 500 જેટલા ટેસ્ટિંગ કરાશે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 60 પર પહોંચી ગયો છે.  જેને લઈ  ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ અને આરોગ્ય કેન્દ્ર પર એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં વધુ ત્રણ કેસ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આજે એક દિવસમાં ત્રણ કોરોના કેસ નોંધાયા છે. હાલમાં કુલ 60 એક્ટિવ કેસ છે જેમાં 47 કેસ પશ્ચિમ વિસ્તારમાંથી નોંધાયેલા છે.   પોઝિટિવના નોંધાયા છે. 2 પુરુષ અને 1 સ્ત્રી કોવિડ સંક્રમિત મળ્યા છે. બોડકદેવ વેજલપુર અને ઓઢવ વિસ્તારના સ્થાનિક લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  ત્રણ પૈકી બે દર્દીઓ મહારાષ્ટ્ર અને મુંબઈથી આવ્યા પરત હતા.  હાલ અમદાવાદ શહેરમાં 60 કેસ એક્ટિવ છે.  જેમાં એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.    


દેશમાં COVID JN.1 ના 263 કેસ


દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહેવાલ મુજબ, દેશમાં અત્યાર સુધીમાં COVID-19 સબ-વેરિઅન્ટ JN.1 ના 263 કેસ નોંધાયા છે. Indian SARS-CoV-2 Genomics Consortium (INSACOG) ના ડેટા અનુસાર, આમાંથી અડધાથી વધુ કેસો કેરળના છે. INSCOG અનુસાર, અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના સબ વેરિઅન્ટના કેસ સામે આવી ચૂક્યા છે.  દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા લોકો ચિંતામાં છે.         


કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે


Indian SARS-CoV-2 Genomics Consortium (INSACOG) અનુસાર, અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાયા છે. કેરળમાં (133), ગોવા (51), ગુજરાત (34), દિલ્હી (16), કર્ણાટક (8), મહારાષ્ટ્ર (9), રાજસ્થાન (5), તમિલનાડુ (4), તેલંગાણા (2) અને ઓડિશા (1) ) કેસ મળ્યો છે. 


નવા વેરિઅન્ટનું સતત નિરીક્ષણ


INSACOGના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં દેશમાં જોવા મળેલા કોરોના કેસમાં નવો પ્રકાર JN.1 હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ JN.1 ને તેના ઝડપી વૈશ્વિક પ્રસાર પછી દેખરેખ હેઠળ રાખવા માટેના સ્વરુપના રુપમાં ક્લાસિફાઈ કર્યું છે. INSACOG ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં દેશમાં નોંધાયેલા કુલ કોવિડ કેસમાંથી 179 JN.1 ના હતા, જ્યારે નવેમ્બરમાં આવા કેસોની સંખ્યા 17 હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના 'JN.1' વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે તેને 'વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' જાહેર કર્યો છે.