વડોદરાના ભાયલી રોડ પર નવી બનેલી 5 માળની બિલ્ડિંગ અચાનક અચાનક નમી પડતાં. નાસભાગ મચી ગઇ હતી. ભાયલી રોડ પર બની રહેલી ઇડન ગાર્ડન સાઇટ પર ઇમારત નમી પડી હતી. આ બિલ્ડિગનું 80 ટકા બાંધકામ પૂર્ણ થઇ ચૂકયું હતું. સદભાગ્યે આ બિલ્ડિગમાં હજુ કોઇ રહેવાસી ન હતા આવ્યાં જેથી મોટી જાનહાનિ ટળી છે. જો નિર્માણાઘિન આ ઇમારત અચાનક નમી પડતા પાલિક અને બિલ્ડિરની કામગીર પર સવાલ ઉઠી રહ્યા છે. પાલિકા અને બિલ્ડરની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહયો છે. 


Accident: આણંદ-તારાપુર ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રકે મારી પલ્ટી, રાજુલાના ત્રણ લોકોના મોત


Accident News: આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.



Anand: ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. ગત મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કરી શકે છે પક્ષ પલટો


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના સીનિયર નેતા મોહન રાઠવાએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી લીધો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસને હડુ એક ઝટકો લાગી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે.  બાગી સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસ વાપસીથી કિશન પટેલ નારાજ છે અને તેઓ કોંગ્રેસથી છેડો ફાડવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કલ્પેશ પટેલે બગાવત કરી હતી. કલ્પેશ પટેલ અપક્ષ તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. તેમની કોંગ્રેસમાં વાપસીથી ધરમપુરથી ટિકિટ મેળવે તેવી શક્યતા છે. કલ્પેશ પટેલને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા હોવાના કારણે કિશન પટેલ નારાજ છે.









ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે પંજાનો હાથ છોડવાનો નિર્ણય કર્યો છે. ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા કોંગ્રેસના છોટા ઉદેપુરના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં ગયેલા રાઠવાએ કેસરિયો ધારણ કરતા કહ્યું કે, મને કોંગ્રેસે ટિકિટ આપવાની ના પાડી જ નથી. કોઈપણ પક્ષ કે નેતા સાથે દ્રેષ નથી. આ નિર્ણય મે લીધો છે. દીકરાની લાગણી હતી એટલે ભાજપમાં જોડાયા છીએ. ભાજપવાળા તો 100% અમને ટિકિટ આપવાના જ છે.


રાઠવાએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને પક્ષના તમામ પદેથી અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું મોકલાવ્યું છે. મોહનસિંહ રાઠવા ગુજરાત કોંગ્રેસના ટોચના દિગ્ગજ નેતા કહેવાય છે. રાઠવા છેલ્લા 55 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યાં છે અને અચાનક આ રાજીનામું અનેક સવાલો ઉભા કરી જાય છે.