Vadodara Rains: વડોદરા શહેરમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. શહેરમાં અચાનક મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ છે. રાવપુરા, અલકાપુરી, દાંડિયા બજાર, સયાજીગંજ, આજવા રોડ પર વરસાદ છે. ઘેરાયેલા વાદળો વરસતાં લોકોને રાહત થઈ છે.


રાજ્યમાં ભારે વરસાદની આગાહી


ગુજરાતમાં આજથી 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  


રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં જળપ્રલય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અંદાજે 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતા  ઉપલેટના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ઉપલેટાનું ભીમોરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ધોધમાર વરસાદના કારણે ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. લાઠ, તલગણા અને ભીમોરા ગામ બેટમાં ફરવાઈ ગયા છે.


કેટલા ગામોમાં વીજળી નથી અને કેટલા માર્ગો છે બંધ


ભારે વરસાદના કારણે રાજ્યના 17 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 17 ગામો છે વીજળી વિહોણા છે. સુરત જિલ્લાના સૌથી વધુ 6 ગામોમાં વીજળી ગુલ છે. ભાવનગર જિલ્લાના 5 અને રાજકોટ જિલ્લાના 4 ગામમાં, ભરૂચ અને વલસાડના 1 - 1 ગામમાં વીજ પુરવઠો ઠપ્પ છે.


રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન થયું પ્રભાવિત  છે. બપોરે 2 કલાકની સ્થિતિએ રાજ્યમાં કુલ 278 માર્ગો બંધ છે. રાજ્યમાં બપોરે 2 કલાકની સ્થિતિએ 9 સ્ટેટ હાઇવે બંધ છે. પંચાયત હસ્તકના કુલ 248 માર્ગ બંધ છે. 21 અન્ય માર્ગો પણ બપોરે 2 કલાકની સ્થિતિએ બંધ છે. દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં 3 - 3 સ્ટેટ હાઇવે બંધ છે. પોરબંદર જિલ્લામાં 2 અને નર્મદા જિલ્લામાં 1 સ્ટેટ હાઇવે બંધ છે. પોરબંદર જિલ્લામાં પંચાયત હસ્તકના 82 અને અન્ય 6 માર્ગો બંધ છે. જૂનાગઢ જિલ્લામાં પંચાયત હસ્તકના 55 અને અન્ય 9 માર્ગો બંધ છે. નવસારી જિલ્લામાં પંચાયત હસ્તકના 24 માર્ગો બંધ છે. સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 22 માર્ગો બંધ છે. વલસાડ જિલ્લામાં પંચાયત હસ્તકના 22 માર્ગો બંધ છે. જામનગર જિલ્લામાં 12 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે.


આ પણ વાંચોઃ


અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત, થોરડી ગામમાં નદીની માફક વહેતા થયા પાણી