વડતાલઃ વડતાલ સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત વિવાદમાં આવી ગયું છે.  ૪૭ વર્ષીય મંદિરના પાર્ષદે સગીર બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને રાવલી રોડ પર આવેલ લક્ષ્મી નારાયણ ભુવન લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

Continues below advertisement

મૂળ એમપીના અને હાલમાં વડતાલમાં રહેતા એક સ્વામિનારાયણ સત્સંગી 47 વર્ષીય સોહમ ભગત પાર્ષદ સાથે થયો હતો. અવાર નવાર વડતાલમાં રહેતા આ સત્સંગી તેમના પરિવાર સાથે મંદિરમાં જતા આવતા હતા. ગઈ કાલે આ પરિવાર મંદિરમાં ગયું તે વખતે સોહમ ભગતની નજર પરિવારની  બાળા પર પડી હતી. તેમના મગજમાં વાસનાનો કીડો સળવળી ઉઠ્યો હતો.  તેમણે બાળકીને ચાલ તને ગોમતી તળાવ પર ફરવા લઈ જવું કહી ત્યાંથી રાવલી જવાના માર્ગ પર લક્ષ્મીનારાયણ ભુવનમાં લઇ ગયો હતો.

વડતાલ રાવલી રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ ભુવન પર લઈ ગયા બાદ સોહમ ભગતે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ચાલ્યા ગયા હતો. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને પરિવારજન દ્વારા આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે તેમજ આરોપી સોહમ ભગત પણ ધરપકડ કરી તેને પણ મેડિકલ માટે મોકલી આપવામાં આવ્યો છે. 

Continues below advertisement