અમદાવાદઃ અમદાવાદના એક ખૂબ જ પ્રખ્યાત મંદિંરમાં 3.45 લાખની ચોરીની ઘટના બની છે. ચોરીના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.


 એક અત્યંત આઘાતજનક ઘટનામાં અમદાવાદની નજક આવેલા મોટા મંદિરમાં ચોરી થઈ છે. ગાંધીનગર-સરખેજ હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં ચોરી થતાં શ્રધ્ધાળુઓમાં આઘાતની લાગણી છે. વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે મંદિરમાં ચોરોએ હાથ અજમાવ્યો હતો અને મંદિરની મૂર્તિ અને યંત્ર ચોરીને ચોર ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે મંદિરની મૂર્તિ અને યંત્ર મળીને રૂપિયા 3.45 લાખની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે.


વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી આ ચોરીનાં દૃશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં છે ચોર મંદિરની મૂર્તિ અને યંત્રની ચોરી કરતો ય એવાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાંમંદિરની મૂર્તિ અને યંત્ર એકઠા કરી પોટલું બાધતો ચોર કેમેરામાં ઝડપાયો છે.


અમદાવાદનું વૈષ્ણવ દેવી મંદિર માંય ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે, જમ્મુ કાશ્મીરના  વૈષ્ણવ દેવી મંદિરના સ્થાનકે ન પહોંચી શકનાર ભક્તો અમદાવાના વૈષ્ણવ દેવી મંદિરના દર્શન કરીને માતાના મુખ્ય ધામ પહોચ્યાની અનુભૂતી કરે છે.


અમદાવાદમાં ગાંધીનગર-સરખેજ હાઈવે પર આવેલા વૈષ્ણવ દેવી મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયાં હતા. તસ્કરોએ માતાજીની આભૂષણો, મૂર્તિ અને યંત્ર પર હાથ સાફ કર્યો હતો. રોકડ અને મુદ્દામાલ સહિત કુલ 3.45 લાખની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. માંય ભક્તોમાં પણ આ ઘટના આઘાત સમાન છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને હાથ મંદિરના સીસીટીવી ફૂટેજ લાગ્યા છે. જેમાં ચોરીની ઘટના કેદ થઇ ગઇ છે. પોલીસે સીસીટીવીના આઘારે તપાસ શરૂ કરી છે.


તો બીજી તરફ અમદાવાદમાં કુખ્યાત ગૌરાંગ ચૌહાણ અને તેની ગેંગ સામે ફરિયાદ નોંધાઇ છે. પાંચ આરોપી સામે બાપુનગરમાં ગુજસીટોક એક્ટ હેઠળ  ફરિયાદ નોંઘાઇ છે. આ પાંચેય આરોપી સામે એક નહીં અનેક ગુના નોંધાયા છે. આ પાંચેય આરોપીમાં પહેલાથી  જેલમાં જ હતા જ્યારે  વઘુ એકની ધરપકડ કરાઇ છે.