વલસાડ:  વલસાડની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના છ વિદ્યાર્થીઓ અતુલની પાર નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં છ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા હતા.  નદીમાં ન્હાતી વખતે છ વિદ્યાર્થીઓ નદીના ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતાં.  આસપાસના સ્થાનિકોને જાણ થતા ચાર વિદ્યાર્થીઓને તો બચાવી લેવામાં આવ્યા હતા,   જોકે બે વિદ્યાર્થીઓના  પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. 


કોલેજના વિદ્યાર્થીઓ નદી પર બનાવેલ બોરી બંધ પર બેસીને મજા માણી રહ્યા હતાં.  મજા માણતી વખતે ઓચિંતા નદીમાં પડતા તમામ ડૂબ્યા હતા.  સદનસીબે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા  હતાં.  જ્યારે બે વિદ્યાર્થીને બચાવી શકાયા ન હતાં. પાણીમાં ડૂબી જતા બે વિદ્યાર્થીઓના મોત થયા છે.


માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ પાર નદીમાં નાહવા પડ્યા હતા. જેમાંથી છ વિદ્યાર્થી પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. ઘટનાન પગલે બુમાબુમ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને ચંદ્રપુરના સ્થાનિક તરવૈયાઓ મદદ માટે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં કૂદીને વિદ્યાર્થીઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેના લીધે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં સફળતા મળી હતી. 


Uttarayan 2023: ઉત્તરાયણના દિવસે પવની ગતિ કેટલી રહેશે ? જાણો રાજ્યમાં ફરી ક્યારથી ઠંડી ભૂક્કા કાઢશે


હાલ રાજ્યમાંથી ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે જણાવ્યું કે, આજે અને આવતીકાલ માટે તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી શકે છે. ઉત્તરાયણના દિવસે દિવસે પવનની ગતી 10 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. નલિયામાં પણ શીત લહેરની શક્યતા બની શકે છે.


લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત


ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ 12.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં 10 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.


અમદાવાદમાં 16.7  ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને 30.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 17.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.