ગાંધીનગર:   ગુજરાતમાં  નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. પરંતુ નિરાકરણ આવતુ નથી. ત્યારે  રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકાય  તે માટે CMO દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી શકાશે. સીએમઓમાં સંપર્ક કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 


મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાશે.  મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.  વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક, અરજી, ફરિયાદ સહીતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.   મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. 


આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.    કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે.  


Uttarayan 2023: ઉત્તરાયણના દિવસે પવની ગતિ કેટલી રહેશે ? જાણો રાજ્યમાં ફરી ક્યારથી ઠંડી ભૂક્કા કાઢશે


હાલ રાજ્યમાંથી ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે જણાવ્યું કે, આજે અને આવતીકાલ માટે તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી શકે છે. ઉત્તરાયણના દિવસે દિવસે પવનની ગતી 10 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. નલિયામાં પણ શીત લહેરની શક્યતા બની શકે છે.


લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત


ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ 12.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં 10 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.


અમદાવાદમાં 16.7  ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને 30.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 17.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.