વલસાડ: કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ આ કહેવત વાપીમાં સાચી સાબિત થઈ છે. વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ચોપડે 31 વર્ષથી ફરાર આરોપી અંતે હરિયાણાથી ઝડપાયો છે.  એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી દયારામને વલસાડ એસોજી પોલીસે ઝડપી પાડયો છે. 


વાપી જીઆઇડીસી પોલીસ ચોપડે છેલ્લા ત્રણ દાયકાથી આ ફરાર હતો. દયારામ પર જૂન 1992 માં વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો ગુનો દાખલ થયો હતો. મૂળ મધ્યપ્રદેશનો દયારામ અફીણના કારોબાર સાથે જોડાયેલો હતો. 


ઘટનાની વિગતે વાત કરીએ તો વાપી જીઆઇડીસી પોલીસે વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં એક રેડ પાડી હતી અને આ એક ખોલીમાં છાપા દરમિયાન છોટેલાલ નામનો 10 તોલા અફીણ સાથે ઝડપાયો હતો. ઝડપાયેલ આરોપી છોટેલાલ જે તે વખતે આ અફીણ તેના પિતરાઈ ભાઈ દયારામ પાસેથી ખરીદ્યો હતો તેવું જણાવ્યું હતું. જેથી વાપી જીઆઇડીસી પોલીસ જિલ્લા 31 વર્ષથી આરોપી દયારામને ઝડપવા અનેકવાર મધ્યપ્રદેશ ગઈ હતી પરંતુ આરોપી લાંબા સમય સુધી પોલીસને ચકમો આપવામાં ફરાર થયો હતો. 


અંતે વલસાડ એસોજીની ટીમે આરોપી દયારામને હરિયાણાથી ઝડપી પાડ્યો છે.  ઝડપાયેલો આરોપી દયારામ છેલ્લા 31 વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો.  પોતાના પરિવારને છોડીને દયારામ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓ અને છેલ્લે 12 વર્ષથી હરિયાણાની એક કંપનીમાં કામ કરતો હતો.  જોકે વલસાડ એસઓજીની ટીમે લાંબી જહેમત બાદ અંતે આરોપીને ઝડપી પાડ્યો છે. 


આણંદ એક્સપ્રેસ વે પર ડાકોરના યુવકની ઈકો ટ્રક પાછળ ઘૂસી ગઈ


રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. આણંદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા છે. ડાકોરના ત્રણ લોકોનાં મોતથી રણછોડરાયની નગરીમાં શોકનો માહોલ છવાઈ ગયો. ખંભોળજ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૂળ ડાકોરના યુવકે ગાડીના માલિકને વડોદરા મૂકી પરત ફરતા હતા ત્યારે મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર તેમની ઇકો કાર રોડ પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં એક સાથે ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકને ફસાવતી વધુ એક મુસ્લિમ લૂંટેરી દુલ્હન ઝડપાઈ