વલસાડમાં ખેરલાવ ગામમાં લગ્ન પહેલા જ માતા અને બે પુત્રીઓ ગુમ થઇ જતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર, વલસાડમાં ખેરલાવ ગામમાં રહેતા રસિકભાઈ પટેલની ત્રણ દીકરીઓ પૈકી હિરલ નામની  દીકરીના લગ્ન અંભેટી ખાતે નક્કી થયા હતા. રસિકભાઇની દીકરીના લગ્ન 27 તારીખના રોજ હતા. તેના બે દિવસ અગાઉ એટલે કે 25 મેના રોજ ચાંદલાની વિધિ હોવાથી પિતા તૈયારીઓમાં વ્યસ્ત હતા.


જોકે ચાંદલા વિધિ હોવાના કારણે માતા મંજુલા તથા બંને દીકરીઓ હિરલ અને સાલીની  પિતા રસિકભાઈને બ્યૂટી પાર્લરમાં જઈએ છીએ તેમ કહીને ઘરેથી નીકળી હતી પરંતુ સાંજ સુધીમાં પરત ના આવતા પિતાએ પુત્રીને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવ્યો હતો. જેના કારણે પરિવારજનોએ એ ત્રણેયની શોધખોળ આદરી હતી. અનેક જગ્યાએ સગા સંબંધીઓના ઘરે શોધવા છતાં તેઓ ના મળતા પિતાએ પારડી પોલીસ સ્ટેશનમાં માતા અને બે દીકરીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.


25, મે ના રોજ ચાંદલાની વિધિ હોવાના કારણે પિતા રસિકભાઇ મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા.અને એ જ સમયે માતા મંજુલા તથા બંન્ને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈ ને બ્યૂટી પાર્લરમાં જઈએ છીએ તેમ કહીને ઘરેથી નીકળી હતી.  સાંજ થવા છતાં ત્રણેય ઘરે પરત ના ફરતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતા કુટુંબીઓ ત્રણેયને શોધવામાં જોડાયા હતા અનેક જગ્યાએ સગા સંબંધીઓના ઘરે શોધી થાક્યા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્ટેશન આવી આ ત્રણેય માતા પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.


Amreli: ડે.કલેક્ટરની પતિ વિરુદ્ધ ફરિયાદ, ચારિત્ર્ય પર શંકા રાખી માનસિક ત્રાસ આપતો હોવાનો લગાવ્યો આરોપ


Amreli: અમરેલીમાં ડેપ્યૂટી કલેક્ટરે પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, મહિલા ડેપ્યૂટી કલેક્ટરે પોતાના પતિ સામેની ફરિયાદમાં પતિ ચારિત્ર્ય પર શંકા રાખીને ત્રાસ ગુજરાતો હતો, માનસિક રીતે હેરાન કરતો અને પૈસાની માંગતી કરતો હોવાનો આરોપ લગાવ્યો છે.


માહિતી પ્રમાણે, અમરેલીમાં સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં ફરજ બજાવતા મહિલા ડેપ્યૂટી કલેક્ટરે મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ ચારિત્ર પર શંકા રાખીને માનસિક ત્રાસ આપી, હેરાન પરેશાન કરતો હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલીના ડેપ્યૂટી કલેક્ટર પૂજાબેન જોટાણીયા મૂળ જૂનાગઢના વતની છે, અને તેમને અમદાવાદના પરાગ સુથાર એટલે કે પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.  ડેપ્યૂટી કલેક્ટરે ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેના પતિએ છૂટાછેડા માટે 50 લાખ રૂપિયા માંગ્યા હતા, એટલું જ નહીં પતિએ પોતાના બિઝનેસ અને દેવાની વાત છુપાવીને ડેપ્યૂટી કલેક્ટર સાથે લગ્ન કર્યા હતા