વલસાડઃ કપરાડાના દાબખલમાં બાઇક અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં  ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. દાબખલ ગામે રહેતા બાઇક સવારને આઇસર ટેમ્પોની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય વ્યક્તિઓ ને થઈ ગંભીર ઇજા થઈ હતી.  ત્રણેયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કપરાડા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના 10મી જાન્યુઆરીએ ઘટી હતી.




રાજકોટઃ  સરધાર પાસે પથ્થરના ઘા ઝીકી પરપ્રાંતીય યુવકની હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વેરસિંગ શિંગડ નામના પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે સાથે રહેલા 2 વર્ષના માસૂમ પુત્રને પણ માર માર્યો હતો. પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો છે અને બંને હત્યારાઓને જેલ હવાલે પણ કરી દીધા છે. 


મુળ મધ્યપ્રદેશનાં વતની અને છેલ્લા બે વર્ષથી સરધારમાં ખેત મજૂરી કરતા યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. 23 વર્ષીય વિરસિગ મહોબતસિંગ સિંગાળ તેના માસુમ પુત્ર સાથે સાયકલમાં જઈ રહ્યો હતો. આ સમયે કૌટુંબિક ભાઈઓએ પથ્થરનાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 2 વર્ષનાં માસુમને પણ પથ્થર વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અને માસુમને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


વિરસિંગને સંતાનમાં બે પુત્ર છે. સૌથી મોટો પુત્ર સચીન બે વર્ષનો છે. તેનાથી નાનો અશ્વિન બે માસનો છે. વિરસિંગ પુત્ર સચિનને સાઈકલ પર બેસાડી રાજકોટ રહેતા સાળાને મળવા આવ્યો હતો. ત્યાંથી બપોરે પરત વાડીએ જતો હતો. આ સમયે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાંખવામાં હતી. કોઈ રાહદારીએ આજી ડેમ પોલીસને જાણ કરતા તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.



 


પોલીસ તપાસ દરમિયાન મૃતકની હત્યા તેના જ કૌટુંબિક ભાઈઓ કલમસિંગ ઉર્ફ કમલેશ ગુલાબસિંગ મેથુરભાઈ શીંગાળ અને રમલેશ ઉર્ફે રમેશ શંકરભાઈ મેથુરભાઈ શીંગાળે કરી હોવાનું સામે આવ્યું હતું. આશરે બે વર્ષ પહેલા પોતાન વતનમાં ખેતીની જમીન બાબતે ઝગડો ચાલતો હતો. આ અંગે ત્રણ દિવસ પહેલા મરણજનારે બંને આરોપીઓને અપશબ્દો કહ્યા હતા. જેની દાઝ રાખીને કૌટુંબિકભાઈઓએ પથ્થરના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી.