વલસાડઃ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી કોરોના વોરિયર્સ સતત દર્દીઓની સારવારમાં લાગેલા છે. ત્યારે કેટલાય તબીબો અને હોસ્પિટલ સ્ટાફ અત્યાર સુધીમાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમજ કેટલાક કોરોના વોરિયર્સે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આજે વાપીમાં કોરોના વોરિયરનું મોત થયું છે.

વલસાડ જિલ્લામાં જનસેવા હોસ્પિટલમાં ફરજ બજાવતા હેડ મેટ્રનનું કોરોનાી મોત થયું છે. હેડ મેટ્રન મરીયમનું કોરોનાના કારણે મોત થયું છે. તેમણે વાપી જનસેવા હોસ્પિટલમાં અનેક કોરોનાના દર્દીઓને સારવાર આપી હતી. થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા હેડ નર્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હેડ મેટ્રનનું કોરોનામાં મોત થતાં હોસ્પિટલ વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.