વાપીઃ  બલિઠા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણી ટ્રકે મોપેડ સવારને અડફેટે લેતા માતા પુત્રી પૈકી પુત્રીને ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું.  હુબર કંપનીમાં કામ કરતી મહિલા પન્નાબેન હરેશભાઇ પટેલ એમની પુત્રી સાથે મોપેડ પર જઈ રહ્યા હતા તે સમયે એક ટ્રકે અડફેટે લેતા એમની પુત્રી ઇશિકાબેન ને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું. હાલ ટ્રક ડ્રાઈવર ફરાર છે .


પન્નાબેન ઉદવાડાના રહેવાસી છે. તેઓને હાલ ઇજા પહોંચતા એમને સારવવાર આપવામાં આવી રહી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશને જાણવા જોગ લઇ વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદમાં ભેખડ ધસી પડતાં બે મજૂરોના મોત


નારણપુરા સ્થિત અમીકુંજ નામની રહેણાક સ્કીમમાં ભેખડનો ભાગ ધસી પડ્યો.મૂળ દાહોદના બે શ્રમિકોના સ્થળ ઉપર મૃત્યુ થયા છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઇમારત બનતા પહેલા જ ભેખડ ધસી પડતા બે શ્રમિકોના મોત નિપજ્યા. નારણપુરા સ્થિત સંયમ સર્કલ પાસે બની રહેલા અમીકુંજ નામની રેસિડેન્ટ સ્કીમની દિવાલનું કામ ચાલી રહ્યું હતું.


સવારે 10 કલાકે બંને શ્રમિકો કામ માટે જમીનની આઠ ફૂટ નીચે ઉતર્યા હતા.11 કલાકે ભેખડ ધસી પડવાના કારણે શ્રમિકો દટાયા હતા. આસપાસના સ્થાનિકોએ ફાયરવિભાગને જાણ કરતા ફાયરવિભાગની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરવિભાગને મળેલી માહિતી અનુસાર ધરમ ડેવલપર્સ બિલ્ડરની સ્કીમ હતી.જયસિંગ ડામોર અને પટુ ડામોર નામના બે શ્રમિકો દટાયા હતા, જેમને ફાયરવિભાગ બહાર કાઢે તે પહેલાં જ બંને શ્રમિકોના મોત નિપજ્યા. ફાયરવિભાગની ટીમ દ્વારા બંને શ્રમિકોના દેહ સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પણ દેહ હોસ્પિટલ પહોંચે તે પહેલાં બંનેના મોત નિપજ્યા હોવાની માહિતી સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી સામે આવી છે.


Bhavnagar : ખોડિયાર મંદિર પાસે તળાવમાં કુદીને દંપતીએ કરી લીધો આપઘાત, મૃતદેહ મળી આવ્યા


ભાવનગરઃ રાજપરા ખોડીયાર મંદિર પાસે આવેલ તળાવમાં ગઈકાલે બે લોકોએ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.  સ્થાનિક ફાયર વિભાગ અને ભાવનગરની ટીમ દ્વારા તળાવમાં ગઈ કાલથી મૃતદેહને બહાર કાઢવા માટે શોધખોળ હાથ ધરાઇ હતી. રાજપરા તળાવમાં ભાવનગર શહેરમાં રહેતા પતિ-પત્ની આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 


શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ સોલંકી અને તેમના પત્ની આશાબેને તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. હાલ બનાવવા માટેનો ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. ફાયરની ટીમ દ્વારા પતિ-પત્નીના મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.