Vav bypoll 2024 BJP: બનાસકાંઠાની વાવ પેટાચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી છે. ભાભર તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી અને ભાભર APMCના પૂર્વ ચેરમેન લાલજી પટેલે અપક્ષ ઉમેદવાર માવજીભાઈને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.


લાલજી પટેલે જણાવ્યું કે, "હું ભાજપ સાથે નહીં, પણ મારા ચૌધરી સમાજ સાથે છું. ચૌધરી સમાજના 98 ટકા મત માવજીભાઈ પટેલને મળશે." તેમણે દાવો કર્યો કે મારા જેવા ભાજપના અનેક કાર્યકરો માવજીભાઈના સમર્થનમાં છે.


પટેલે સ્વરૂપજી ઠાકોર વિશે આકરા પ્રહાર કરતા કહ્યું, "અમારો માત્ર સ્વરૂપજી ઠાકોરનો વિરોધ છે. લોકસભાની ચૂંટણીમાં તેમણે ગેનીબેનને મદદ કરી હતી, જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન માટે બિલકુલ મહેનત કરી નહોતી."


તેમણે ઉમેર્યું કે જો ભાજપે ઠાકોર સમાજના અન્ય ઉમેદવારને ટિકિટ આપી હોત તો તેઓ ચૂંટણી લડ્યા ન હોત. "પક્ષે અમારી સામે જે કાર્યવાહી કરવી હોય તે કરે," તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.


આ ઘટનાક્રમથી વાવ પેટાચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.


અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન


બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અંતિમ તબક્કે કોંગ્રેસે જોરદાર પ્રચાર અભિયાન ચલાવ્યું છે. ગોસણ બેડા, વડપગ અને તનવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી જાહેર સભાઓમાં વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


કોંગ્રેસ દ્વારા ભાભરના તનવાડ ગામે લોક પ્રચાર દરમિયાન ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અમિત ચાવડાએ કહ્યું કે 17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે.


તનવાડ ગામે યોજાયેલી સભામાં અમિત ચાવડાએ જણાવ્યું કે, "ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને છેલ્લા 10 વર્ષથી ડબલ એન્જિન સરકાર છે, પરંતુ એક પણ નોંધપાત્ર કામ થયું નથી. ભાજપના ધારાસભ્યો માત્ર આંગળી ઊંચી કરવાવાળા છે."


તેમણે ઉમેર્યું કે ભાજપ 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતি અપનાવી રહી છે. ચાવડાએ ચૂંટણી અંગેના રસપ્રદ ખુલાસા કરતા જણાવ્યું કે, "બજારમાં એવી ચર્ચા છે કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી પાછળ અલ્પેશ ઠાકોરનો હાથ છે, જ્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પાછળ શંકર ચૌધરીનો હાથ હોવાનું મનાય છે."


આ પણ વાંચોઃ


વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો