અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલની તબિયત લથડી છે. ગોહિલને ફેફસાંમાં ઈંફેક્શ થતાં ડોક્ટરે તેમને વાત કરવાની અને લોકોને મળવાની સંપૂર્ણ ના પાડતાં ગોહિલ થોડા દિવસ સંપૂર્ણ આરામા કરશે. ગોહિલે પોતે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેમને ફરી સ્વસ્થ થતાં ખાસ્સો સમય લાગશે. જો કે તેમણે લોકોને પોતાની ચિંતા નહીં કરવા કહ્યું છે. શક્તિસિંહ ગોહિલ હાલમા રાજ્યસભાના સભ્ય અને બિહાર કોંગ્રેસના પ્રભારી છે.


ગોહિલને થોડાક વખત પહેલાં કોરોના થયો હતો. કોરોનાની સારવાર મેળવીને માંડ સ્વસ્થ થયેલાં શક્તિસિંહ ગોહિલની તબિયત ગુરબવારે ફરી લથડી છે. ફેફસામાં ઇન્ફેકશન થતાં તેમને મેડિકલ સુપરવિઝન હેઠળ રખાયાં છે. શક્તિસિંહ ગોહિલે પોતે આપેલી માહિતી પ્રમાણે તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું હતું. તેમણે ઉઘરસ અને શ્વાસ ચડવાની ફરિયાદ કરી હતી જેના પગલે તેમને અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને જ ડોક્ટરોની દેખરેખ હેઠળ રખાયાં છે.

ગોહિલે ખુદ આ વાતની પૃષ્ટિ કરી જણાવ્યું હતુંકે, ફેફસામાં ઇન્ફેકશનને કારણે સંપૂર્ણ સ્વસ્થ થતાં સમય લાગશે. થોડાક કોમ્પલિકેશન છે. કોંગ્રેસના નેતાઓએ શક્તિસિંહ ગોહિલના ખબરઅંતર પૂછ્યા હતાં.