મહિસાગરઃ જિલ્લામાં હાડોડ મહીસાગર નદીમાં ગત 20મી માર્ચના રોજ ડૂબેલ  2 યુવાનોના વીડિયો સામે આવ્યો છે. મહિસાગર નદીના પાણીમાં હાડોડ જુના બ્રીજ પરથી છલાંગ લગાવી હતી. નદીના પાણીમાં પડતા યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. બે યુવાનોએ છલાંગ લગાવી તો અન્ય કેટલાક યુવાન પુલ પર જ ઉભા રહ્યા હતા. 
યુવાનના પુલ પરથી છલાંગ લગાવતા વિડિઓ સામે આવ્યો છે. 






યુવાનોને વિડીયોગ્રાફી કરવાનો શોખ ભારે પડ્યો છે. સામે કિનારેથી કેટલાક લોકોએ વિડીયો ઉતાર્યો હતો. નદીમાં ડૂબવાના કારણે બન્ને યુવાનોના મોત થયા હતા. નદીમાં ડૂબી મૃત્યુના વધતા બનવોને ધ્યાને લઇ જિલ્લા કલેકટરે વીડિયો સંદેશ આપ્યો. મહિસાગર જિલ્લા કલેકટર ડૉ.મનીષકુમાર બંસલએ જિલ્લાવાસીઓને નદીમાં નાહવા તેમજ મોજ-મસ્તી કરવા માટે ન જવા અપીલ કરી.


જિલ્લામાં મહીસાગર નદીમાં ડૂબી જવાના કારણે ત્રણ બનાવોમાં કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યો. જિલ્લા કલેક્ટરએ નદીમાં નાહવા ન જવા માટે ટ્વીટ કરી અને વીડિયો સંદેશ દ્વારા અપીલ કરી. મહીસાગર નદીમાં વણાકબોરી તેમજ હાડોડમાં ડુબવાના કારણે કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યો.