Vijay Rupani Resignation: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, આવતીકાલે નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે
Gujarat Cm Resignations latest update: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી.
નવા મુખ્યમંત્રીના નામ માટે ભાજપનું કેંદ્રીય પાર્લામેંટ્રી બોર્ડ કરશે નીરિક્ષકોની નિમણૂક. નીરિક્ષકો ગુજરાતમાં આવીને કરશે ચર્ચા. ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરેલા નામનો પ્રસ્તાવ મુક્યા બાદ થશે નવા મુખ્યમંત્રીની નિયુક્તિ.
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું, ભાજપે માત્ર મુખ્યમંત્રી બદલ્યા છે પરંતુ ગુજરાતની સાડા છ કરોડ જનતાએ સરકાર બદલવાનો મૂડ બનાવ્યો છે. મુખ્યમંત્રીનું રાજીનામું ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવેલો નિર્ણય છે. પરંતુ સાચુ પરિવર્તન આગામી વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે જનતા ભાજપને સત્તામાંથી હટાવી દેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સી.આર.પાટીલે કહ્યું, હું મુખ્યમંત્રીની રેસમાં નથી. પાર્ટી નક્કી કરશે નામ.
72 દિવસમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજા રાજ્યમાં CM બદલશે, જુલાઈમાં ઉત્તરાખંડ, કર્ણાટકના CMના રાજીનામાં લેવામાં આવ્યા હતા. હવે ગુજરાતમાં પણ રૂપાણીને ખસેડી નવા ચહેરાની શોધ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીના રાજીનામા બાદ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દૌર યથાવત છે, નીતિન પટેલ, મનસુખ માંડવીયા,ચુડાસમા, પ્રદીપસિંહ પહોંચ્યા કમલમ, CR પાટીલ, ભુપેન્દ્ર યાદવ કમલમ ખાતે હાજર છે.
આવતી કાલે નક્કી થઈ શકે કોણ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી. આવતી કાલે ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે.
દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં છે. પ્રફુલ્લ પટેલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે.
મુખ્યમંત્રીના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, વિજયભાઈનું મુખ્યમંત્રી પદેથી રાજીનામુ લેવામાં આવ્યું છે. 5 વર્ષની ઉજવણી જ વિજયભાઈનો વિદાય સમારંભ હતો. આનંદીબેનની જેમ વિજયભાઈને પણ કહ્યા વગર રાજીનામુ લેવાયું છે. નિષ્ફળતા સામે આક્રોશના કારણે ચહેરો બદલાવાયો છે.
આ દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું.
વજુભાઈ વાળાએ એબીપી અસ્મિતા પર દાવો કર્યો કે, મીડિયામાં જેની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.
વજુભાઈ વાળાએ એબીપી અસ્મિતા પર દાવો કર્યો કે, મીડિયામાં જેની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીના રાજીનામા પર કોગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે સીઆર પાટીલના કારણે પાર્ટીમાં અસંતોષનો ભોગ વિજયભાઈ બન્યા છે. સરકારની નિષ્ફળતાનો ભોગ વિજય ભાઈ બન્યા છે.
મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, વિજયભાઈ જેવા સરળ માણસને ભાજપે અધવચ્ચે છોડ્યા તેનું મને દુઃખ છે. આ રાજીનામું ભાજપની આંતરિક લડાઈનું પ્રતીક છે. મંદી, મોંઘવારી અને મહામારી માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઇ જવાબદાર છે. ગુજરાતમાં ફરીથી જ્ઞાતિવાદના નામે ભાગલા પડવાનું ષડયંત્ર રચાશે. કોંગ્રેસ પક્ષ પાર્ટી નહીં આંદોલન છે. ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રૂપાણીનો ભોગ લેવાયો છે.
નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પરષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.
આવતી કાલે ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠકમાં ધારાસભ્ય દળના નેતા નક્કી કરવામાં આવશે. ત્યારે હવે આવતી કાલે નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ જશે. નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.
રૂપાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -