છોટા  ઉદેપુરમાં તુરખેડા ગામમાં સાત ફળિયા આવેલા છે. અહીં એક ફળિયાથી બીજા ફળિયામાં જવા માટે રસ્તો નથી.  ગામમાં જવા પાકો રસ્તો ન હોવાથી ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યાં છ, ખાસ કરીને રસ્તા ન હોવાથી દર્દીઓને પણ ઇમર્જન્સી સમયે સમયસર સારવાર મળતી નથી. ગયા વર્ષે રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત થયું હતું. લાંબા સમયની માંગણી અને તાતી જરૂરિયાત હોવા છતાં તંત્ર ન જાગતા  તુરખેડના ગામના લોકોએ જાતે જ સ્વ ખર્ચે અહીં રોડ બનાવવાનું કામ શરૂ કર્યું છે.

અગાઉ રસ્તાના અભાવ મુદ્દે હાઈકોર્ટે  નોટિસ ફટકારી હતી. ગ્રામજનો વર્ષોથી પાકો રસ્તો બનાવવાની માગણી કરી રહ્યાં  હતા.  આ વિસ્તારમાં ન માત્ર રોડ રસ્તાની સમસ્યા છે પરંતું આરોગ્ય સહિતની સુવિધાનો પણ હતો અભાવ છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, પ્રાથમિક સુવિધા પૂરી પાડવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસને વારંવારની રજૂઆત છતા સુવિધાનો અભાવ છે.  સાત ફળિયામાંથી ત્રણ ફળિયાના રોડના કામ મંજૂર થયા હતા. ત્રણ ફળિયાની કામગીરી શરૂ થતા વનવિભાગે  ટકાવી હતી. એક પ્રસૂતાના મોત બાદ પણ નિંભર તંત્ર ન જાગતા લોકોએ આખરે તંત્રની આશા છોડીને સ્વખર્ચે , જાતે જ રોડ રસ્તાનું કામ શરૂ કર્યું છે.

આ સ્થિતિ માત્ર છોટા ઉદેપુરની ગામડાની નથી, આવી જ સ્થિતિ મોટાભાગના ગુજરાતના મોટા શહેરની પણ છે. અમદાવાદ નારોલમાં થોડા દિવસ પહેલા AMCના પાપે દંપતીએ જીવ ગુમાવ્યો હતો.અમદાવાદમાં નારોલમાં મટનગલી વિસ્તારમાં 8 સપ્ટેમ્બરે ભયંકર દુર્ઘટના સર્જાઇ. અહીં અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે દંપતિનો જીવ ગયો. મટન ગલીમાં ભારે વરસાદ અને રોડમાં ખાડાના કારણે પાણી ભરાયા હતા.  તેમાં   વીજ પોલનો વાયર પણ પ઼ડ્યો હતો. રસ્તા પરથી જ્યારે આ દંપતી પસાર થયું તો ખાડામાં પાણીમાં પડેલા વીજ વાયરના કારણે બંનેને વીજ કરંટ લાગતી દંપતિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યું નિપજ્યું. ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓએ આવીને વીજ કરંટ બંધ કરતાં તેઓને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ નારોલ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે બંનેની જિંદગી ન બચાવી શકાય.

ઉલ્લેખનિય છે કે, મળતી માહિતી મુજબ ગઈકાલે 8 સપ્ટેમ્બરના રોજ રાત્રે નારોલ પોલીસ સ્ટેશન નજીક આવેલા રૂદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન સિંગલ એક્ટિવા લઈ નારોલની મટનગલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પર વરસાદી પાણી ભરાયેલા હતા. આ રોડ પર મોટા ખાડા પડેલા છે અને તેમાં જ વરસાદી પાણી ભરાયેલા હતા. જેમાં અચાનક જ ખાડો આવતા પતિ-પત્નીને કરંટ લાગ્યો હતો અને બંનેનુ મૃત્યુ નિપજ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનની આ ઘોર બેદરકારીનું જીવતું જાગતુ ઉદાહરણ છે