Junagadh Rain: જુનાગઢના વરસાદના વિડીયો હાલાં આખા દેશમાં વાયરલ થઈ રહ્યા છે. જોકે, સૌથી વધુ ચર્ચામાં  કાર સાથે પાણીમાં તણાયેલા આધેડની થઈ રહી છે.  બાપા તણાયા, બાપા તણાયાએ વિડિયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાપા તણાયા તે બાપાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. વાયરલ વીડિયોમાં એક યુવતી બુમો પાડે છે કે, બાપા તણાયા બાપા તણાયા. આ બાપાને  પોલીસ અને સ્થાનિક યુવાનોએ બચાવી લીધા હતા. બાપા તણાયા પરંતુ આજે હિમ્મતવાન લોકોના કારણે બાપા બચી ગયા.


 



આ બાપાનું નામ છે વિનોદભાઈ ટેકચંદાણી. પોતાની પાનની દુકાનેથી આવતા હતા ત્યારે અચાનક પુર આવ્યું અને બાપા તણાયા. તેઓ જૂનાગઢની જલારામ સોસાયટી પાસે કાર પાસે તણાયા હતા. બાપાએ abp asmita સાથે વાતચીત કરી અને કહ્યું જેટલા ભગવાન યાદ આવતા હતા તે બધા ભગવાનને બે કલાકમાં યાદ કરી લીધા હતા. મને ભગવાને જીવન આપ્યું અને હિંમતવાન લોકોએ બચાવ્યો. બાપાના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. બાપા મોતના મુખમાંથી બહાર આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. 


 




શાબાશ જુનાગઢ પોલીસ! 


આજે જુનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને કારણે જુનાગઢ શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રસ્યો સામે આવ્યા છે. પાણીના આ ધસમસતા પ્રવાહમાં અનેક કાર તણાઈ ગઈ હતી. આ ઉપરાંત પશુધન પણ તણાયું હતું. આ બધાને વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક કાર સાથે એક આધેડ વયના વ્યક્તિ તણાતા જોવા મળ્યા હતા. આ વીડિઓમાં કેટલાક લોકો એવું કહેતા પણ સાંભળવા મળ્યા હતા કે, બાપા તણાયા ...બાપા તણાયા...જો કે, હવે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયા હતા તે જ છે. આ વ્યક્તિને જુનાગઢ પોલીસે બચાવી લીધા છે. લોકો જુનાગઢ પોલીસની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.






જુનાગઢમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં આધેડ તણાયા



આ બધાની વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આધેડ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢમા એક વ્યક્તિ કાર સાથે તળાતા હોય તેવા દ્રશ્યો સામે  આવ્યા છે. આ વાયરલ વીડિયોમાં લોકો બોલી રહ્યા છે બાપા તણાઈ રહ્યા છે. મહિલાઓ ચીસો પાડી રહી છે કે કારની સાથે બાપા તણાઈ રહ્યા છે અને પાળી તૂટી ગઈ છે. આ ઉપરાંત પંચરની દુકાનમાં રહેલા મોટી સંખ્યામાં ટાયરો તણાયા છે.