Vipul Chaudhary : વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમની તપાસ શરૂ થઈ છે. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યે ટીમ ત્રાટકી હતી. ગાંધીનગર ACBની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. માણસા રોડ પર પંચશીલ બંગલો પર ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, વિપુલ ચૌધરીના પત્ની સહિત પરિવાર ઘરેથી ગાયબ છે. તપાસમાં ACBની ટીમને 31 હજારની રોકડ હાથ લાગી છે. રોકડ સિવાય કોઈ ડોક્યુમેન્ટ કે ફાઈલ મળી નથી.


મહેસાણા: વિપુલ ચોધરીની ધરપકડ બાદ મહેસાણા જીલ્લાના કેટલાક ગામોમાં ભાજપ નેતાઓ પ્રવેશ ન આપવાના બેનર લાગ્યા છે. વિસનગર અને ખેરાલુ તાલુકાના ગામોમાં બેનર લાગતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચોધરીની ધરપકડ બાદ મહેસાણા જિલ્લામાં ભાજપ નેતાના નો એન્ટ્રીના બેનરો લાગવાના શરૂ થયા છે. ખેરાલુ અને વિસનગર તાલુકાના કેટલાક ગામોમાં ભાજપને જાહેર નોટીસના બેનર લાગતા ઉતર ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે. વિસનગર તાલુકા, ખડોસણ, ગુંજા, ખેરાલુ તાલુકા મંડાલી, હિરવાણી, ડાવોલ, મછવા સહિતના ગામોમાં સરકાર વિરોધ અને વિપુલ ચોધરીના સમર્થનમાં બેનર લાગ્યા છે.


એબીપી અસ્મિતાની ટીમે આ વિસ્તારના ગામડામાં પહોંચી તો અહીંના લોકોમાં રોષ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે સરકારે ચૂંટણી નજીક આવી છે ત્યારે આ ચૌધરી સમાજને દબાવવા વિપુલ ચોધરીની ધરપકડ કરી છે. જો વિપુલ ચૌધરીને છોડવામા નહિ આવે તો ચૂંટણી સમય ભાજપના નેતાઓને અમારા ગામમાં પ્રવેશ કરવા નહિ દઈએ.


ગામમા લાગ્યા ભાજપ વિરોધી બેનરો


વિપુલ ચોધરીની ધરપકડ બાદ રોજેરોજ નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. આજે ચૌધરી સમાજ દ્વારા મોટું સંમેલન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ વિપુલ ચોધરીની ધરપકડ બાદ ખેરાલુ તાલુકાના ભાજપ વિરુધ બેનરો લાગ્યા છે. ખેરાલુ તાલુકાના મોટી હેવાણી, મછાવા, મંડલી, સહિતના ડાવોલ સમોજા સહિતના ગામોમાં ભાજપ સરકાર વિરુદ્ધ બેનરો લાગ્યા છે. બેનરો લગાવતા સમયે લોકો એકઠા થઇ હાથમાં તલવાર બતાવી સરકાર સામે સૂત્રોચાર કર્યા હતા.


મહિલાઓના હાથમાં ખુલ્લી તલવાર જોવા મળી હતી. ચૂંટણી સમયે ભાજપના નેતાઓને ગામમાં ના પ્રવેશવાના બેનર લગાવવામાં આવ્યા છે. આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ખુલ્લી તલવારો સાથે મહિલાઓ વિપુલ ચૌધરીના સમર્થનમાં સામે આવતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચોધરીની ધડપકડ બાદ ખેરાલુ તાલુકાના ગામોમાં રોષ જોવા મળી રહ્યો છે.









પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ચૌધરી સમાજ વિપુલ ચૌધરીની ધપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે. આજે ધાનેરાના થાવર ગામે ચૌધરી સમાજનું મહાસમેલન મળવાનું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજના અંદાજે 20 હજાર લોકો હાજર રહેશે. સામરવાડાથી થાવર સુધી ચૌધરી સમાજની વિશાળ બાઇક રેલી પણ યોજાશે.  પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી માટે અર્બુદા સેનાના બેનર હેઠળ આ મહાસમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના ચૌધરી સમાજના  લોકો આવે તેવી શકયતા છે. વિશાળ સંમેલનને લઈને તંત્ર અને પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તૈયારી કરવામાં આવી છે.