Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election:
બ્રેકગ્રાઉન્ડ
Local body Election:આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. જૂનાગઢ મહાનગર પાલિકા સહિત , 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે...More
સાબરકાંઠાની પ્રાંતિજ પાલિકામાં બપોર થતા મતદારોની કતરો જોવા મળી હતી. બપોર થતા જ મતદાન મતદારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જો કે અહીં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ લગ્યો છે. પોલીસ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને પરિસર બહાર કાઢ્યા હતા.
અનિલ પટેલ નામના ઉમેદવારે ભાજપના ઉમેદવાર પર રોષ છઠાલવ્યો
કચ્છની રાપર પાલિકાની ચૂંટણીમાં બપોર થતા મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. રાપરના વોર્ડ નં 3 અને 4માં મતદાન કેન્દ્ર બહાર કતાર લાગેલી જોવા મળી. હાલ રાપરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. અહીં પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ પરિવાર સાથે મતદાન કર્યું
ઊંઝાના ભાજપ ધારાસભ્ય કિરીટ પટેલ વડનગર પહોંચ્યા હતાં, વડનગરમાં મતદાન મથકોની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. મતદારોની પાંખી હાજરી જોઈ લોકોને મતદાન કરવા પણ અપીલ કરી હતી. શનિવારે વડનગરમાં ભાજપ ઉમેદવારને જીતાડવા નાણાંકીય ઓફરનો પણ આરોપ
લાગ્યો હતો. જો કે ધારાસભ્યએઆ આરોપને ફગાવ્યા છે.
ઊંઝાના ભાજપ ધારાસભ્ય કિરીટ પટેલ વડનગર પહોંચ્યા હતાં, વડનગરમાં મતદાન મથકોની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. મતદારોની પાંખી હાજરી જોઈ લોકોને મતદાન કરવા પણ અપીલ કરી હતી. શનિવારે વડનગરમાં ભાજપ ઉમેદવારને જીતાડવા નાણાંકીય ઓફરનો પણ આરોપ
લાગ્યો હતો. જો કે ધારાસભ્યએઆ આરોપને ફગાવ્યા છે.
નવસારીની બીલીમોરા નપામાં 18.62 ટકા મતદાન
પંચમહાલ જિલ્લાની 2 નગરપાલિકામાં 18.49 ટકા મતદાન
છોટા ઉદેપુર નગરપાલિકામાં 8.52 ટકા મતદાન
સાબરકાંઠાની ત્રણ નગરપાલિકામાં 18.88 ટકા મતદાન
જામનગર જિલ્લાની 3 નગરપાલિકામાં 21.71 ટકા મતદાન
સુરેંદ્રનગરની થાનગઢ નગરપાલિકામાં 7.45 ટકા મતદાન
પાટણ જિલ્લાની 3 નગરપાલિકામાં 10.91 ટકા મતદાન
દાહોદ જિલ્લાની 2 નગરપાલિકામાં 16.15 ટકા મતદાન
અમરેલી જિલ્લાની 4 નગરપાલિકામાં 19.44 ટકા મતદાન
અમદાવાદ જિલ્લાની 3 નગરપાલિકામાં 18.34 ટકા મતદાન
ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકામાં 16.20 ટકા મતદાન
ખેડા જિલ્લાની 5 નગરપાલિકામાં 12.15 ટકા મતદાન
પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકામાં 19.57 ટકા મતદાન
રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં 16.62 ટકા મતદાન
કચ્છ જિલ્લાની 2 નગરપાલિકામાં 9.01 ટકા મતદાન
વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં 16.38 ટકા મતદાન
ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકામાં 16.67 ટકા મતદાન
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકામાં 16.36 ટકા મતદાન
દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકામાં 15.75 ટકા મતદાન
- કરજણ નગરપાલિકામાં 24.84 ટકા મતદાન
- આણંદ જિલ્લાની 3 નપામાં 26.90 ટકા મતદાન
- મોરબીની હળવદ નગરપાલિકામાં 22.89 ટકા મતદાન
- મહેસાણા જિલ્લાની 2 નગરપાલિકામાં 22.30 ટકા મતદાન
- જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકામાં 22.74 ટકા મતદાન
- તાપીની સોનગઢ નપામાં 18.98 ટકા મતદાન
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં નિરસ મતદાન અહીં લોકોની પાંખી સંખ્યા જોવા મળી. સંત શેરનાથ બાપુ વોટિંગ કરવા પહોંચ્યા હતા. ભવનાથ તળેટીમાં આવેલી ભવનાથ પ્રા. શાળામાં તેઓએ મતદાન કર્યું. શેરનાથ બાપુએ લોકશાહીના પર્વમાં ભાગ લેવા મતદારોને અપીલ કરી હતી.
ભાયાવદર પાલિકાની છ વોર્ડની 24 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. , વોર્ડ નં 5માં સ્વામી નારાયણ સ્કૂલમાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી.24 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ મળી કુલ 68 ઉમેદવાર મેદાનમાં છે. ચૂંટણી પહેલા ભાયાવદર પાલિકાની એક પણ બેઠક બિનહરિફ નથી થઇ. ગત ચૂંટણીમાં ભાયાવદર પાલિકામાં કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો.
સવારે 11 વાગ્યા સુધીના મતદાનના આંકડા ---
માણસા નપામાં 28.90 ટકા મતદાન
કરજણ નગરપાલિકામાં 24.84 ટકા મતદાન
આણંદ જિલ્લાની 3 નપામાં 26.90 ટકા મતદાન
મોરબીની હળવદ નગરપાલિકામાં 22.89 ટકા મતદાન
મહેસાણા જિલ્લાની 2 નગરપાલિકામાં 22.30 ટકા મતદાન
જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકામાં 15.30 ટકા મતદાન
તાપીની સોનગઢ નપામાં 18.89 ટકા મતદાન
નવસારીની બીલીમોરા નપામાં 18.62 ટકા મતદાન
પંચમહાલ જિલ્લાની 2 નગરપાલિકામાં 18.49 ટકા મતદાન
છોટા ઉદેપુર નગરપાલિકામાં 8.52 ટકા મતદાન
સાબરકાંઠાની ત્રણ નગરપાલિકામાં 18.88 ટકા મતદાન
જામનગર જિલ્લાની 3 નગરપાલિકામાં 21.71 ટકા મતદાન
સુરેંદ્રનગરની થાનગઢ નગરપાલિકામાં 7.45 ટકા મતદાન
પાટણ જિલ્લાની 3 નગરપાલિકામાં 10.91 ટકા મતદાન
દાહોદ જિલ્લાની 2 નગરપાલિકામાં 16.15 ટકા મતદાન
અમરેલી જિલ્લાની 4 નગરપાલિકામાં 19.44 ટકા મતદાન
અમદાવાદ જિલ્લાની 3 નગરપાલિકામાં 18.34 ટકા મતદાન
ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકામાં 16.20 ટકા મતદાન
ખેડા જિલ્લાની 5 નગરપાલિકામાં 12.15 ટકા મતદાન
પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકામાં 19.57 ટકા મતદાન
રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં 16.62 ટકા મતદાન
કચ્છ જિલ્લાની 2 નગરપાલિકામાં 9.01 ટકા મતદાન
વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં 16.38 ટકા મતદાન
ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકામાં 16.67 ટકા મતદાન
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકામાં 16.36 ટકા મતદાન
દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકામાં 15.75 ટકા મતદાન
નવસારીની બીલીમોરા પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. વોર્ડ નં 2ના બૂથ પર EVM મશીનમાં ખામી હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રી-વોટિંગની માગ કરીછે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે EVM મશીન પર સવાલ ઉઠાવ્યાં છે.દોઢ કલાકથી વધુ સમયથી EVMમાં ખામી છતા મશીન ન બદલાયાનો આરોપ લગાવ્યો છે. EVM શરૂ ન થતા મતદારોએ પરત જવાની ફરજ પડી હતી.
વલસાડની ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામીનો આરોપ લગાવવામાં આવ્યો છે. વોર્ડ નં 1,3 અને 4માં કોંગ્રેસે EVMમાં ખામીનો આરોપ લગાવ્યો છે. EVMનું બટન હાર્ડ હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી હતી. કોંગ્રેસના આરોપ બાદ વોર્ડ નં 4માં EVM બદલાયું છેે
વલસાડ પાલિકાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. અહીં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મતદાન માટે પહોંચ્યા છે.
વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ માટે શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે. પારડી, વલસાડ અને ધરમપુર પાલિકા માટે સાત વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. વલસાડ નગરપાલિકાની 37 બેઠક માટે 105 ઉમેદવાર મેદાનમાં છે.
એક મતદાતાએ પોતાના મતદાનની ક્લિપ વાયરલ કરી છે. મતદાન કુટિરની અંદર EVMમાં મતદાનની રીલ બનાવી વાયરલ કરી. મતદાતાએ મતદાન કેન્દ્ર અંદરથી રીલ બનાવતા સુરક્ષા સામે સવાલ ઉઠ્યાં છે.
પાટણની રાધનપુર પાલિકાની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર લાંબી મતદારોની કતારો લાગી છે. વોર્ડ નં 7માં વલ્લભનગર મતદાન મથક પર EVM મશીન ખોટવાયું છે. EVM મશીનમાં ક્ષતિ સર્જાતા બદલાયા બાદ મતદાન શરૂ થયું હતું. રાધનપુર પાલિકામાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.
જૂનાગઢ મનપા સાથે છ પાલિકાની પણ ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. વંથલી, માણાવદર, બાંટવા, માંગરોળ, ચોરવાડ અને વિસાવદ પાલિકાની ચૂંટણી યોજાઇ રહી છે. છ પાલિકાની ચૂંટણી માટે કુલ 362 ઉમેદવાર ચૂંટણીના જંગમાં જીતી ગયા છે. છ નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 140 મતદાન મથકો પરથી મતદાન થશે. 1 લાખ 26 હજારથી વધુ મતદારો ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ કરશે
જૂનાગઢમાં મહાપાલિકાની 13 વોર્ડની 52 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પહેલા બે વોર્ડની આઠ બેઠક બિનહરિફ જાહેર થઇ છે. વોર્ડ નં 3 અને 14ના ભાજપના તમામ આઠ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા છે. 251 મતદાન મથકો પર કુલ 157 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.251 મતદાન મથક પર 1424 પોલિંગ સ્ટાફ મતદાનની પ્રક્રિયામાં કાર્યરત છે. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કુલ 2 લાખ 29 હજાર 116 મતદારો છે. 1 લાખ 17 હજારથી વધુ પુરૂષ, 1.11 લાખથી વધુ મહિલા મતદારો છે. જૂનાગઢમાં 113 સંવેદનશીલ બૂથ અને 16 અતિ સંવેદનશીલ બૂથ છે.
વહેલી સવારથી મતદાન કેન્દ્ર પર મતદારોની કતારો લાગી છે. જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે આજે મતદાન થઇ રહ્.યું છે. 11 વોર્ડના 1.04 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. આ દરમિયાન જેતપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 5 અને 8માં EVM ખોટવાયું હતું જેને પ્રિસાઈડીંગ ઓફિસરની હાજરીમાં બદલવામા આવ્યું છે
ચોરવાડ પાલિકામાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. ચોરવાડની 6 વોર્ડની 24 બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. ચોરવાડ પાલિકામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દાવેદારી કરી છે. ચોરવાડ પાલિકાના વોર્ડ નં 3માંથી ધારાસભ્ય ચુડાસમા ઉમેદવાર છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ની જલ્પાબેન સાથે મતદાન કર્યું, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ પણ મતદાન કર્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 4033 મતદાન કેન્દ્રમાંથી પૈકી 836 સંવેદનશીલ, 153 અતિ સંવેદનશીલ છે. અહીં 10 હજારથી વધુ પોલીસ અધિકારી- કર્મચારી બંદોબસ્ત માટે તૈનાત કરાયા છે.ચૂંટણી પહેલા ભાજપની 162, કોંગ્રેસની 3 બેઠક બિનહરિફ જાહેર કરવામાં આવી છે.
જૂનાગઢ મનપામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહયું છે. જેતપુર, રાધનપુરમાં EVM ખોટવાયાની માહિતી મળી છે. 68 પાલિકા,ત્રણ તા.પંચાયત અને જૂનાગઢ મનપાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે.આજે આ વિસ્તારના 38.86 લાખથી વધુ મતદારો 5 હજાર ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થશે
શાંતિપૂર્ણ માહોલમાં રાજ્યમાં પાલિકા- પંચાયતની ચૂંટણીના મતદાનના 2 કલાક પૂર્ણ થયા છે. OBC અનામત સાથે રાજ્યમાં પ્રથમવાર ચૂંટણી યોજાશે,બે કલાકમાં સરેરાશ 10થી 12 ટકા મતદાન થયું છે.
મહીસાગર જિલ્લાથી લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહ સાથે પહોંચ્યા છે,વહેલી સવારથી જ મતદાર પ્રક્રિયાનો પ્રારંભ થતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે જ લુણાવાડા શહેરના વોર્ડ નંબર ચારના મતદાન મથક ઉપર લાઈનો જોવા મળી રહી હતી. મહિસાગર જિલ્લામાં લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી યોજાઇ રહી છે.
સાબરકાંઠાના પ્રાંતિજના 6 વોર્ડની ચૂંટણી યોજાઇ રહી છે. કુલ 24 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.10667 પુરુષો અને 10607 સ્ત્રીઓ મતાધિકારનો ઉપયોગ કરશે, વર્ષ 2018 માં પ્રાંતિજમાં 17 બેઠક ઉપર ભાજપ,એક બેઠક ઉપર કોંગ્રેસ એ વિજય મેળવ્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજના 6 વોર્ડની ચૂંટણી યોજાઇ રહી છે. કુલ 24 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.10667 પુરુષો અને 10607 સ્ત્રીઓ મતાધિકારનો ઉપયોગ કરશે, વર્ષ 2018 માં પ્રાંતિજમાં 17 બેઠક ઉપર ભાજપ,એક બેઠક ઉપર કોંગ્રેસ એ વિજય મેળવ્યો હતો.
સોનગઢ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અહીં 2 ઈવીએમ મશીન ખોટકાયાના સમાચાર છે. મોકપોલ દરમ્યાન 2 ઈવીએમ મશીન ખોટખાયા છે. સોનગઢ નગર પાલિકાના વોર્ડ નંબર સાત માં બે મશીન ખોટકાતા બદલવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. વોર્ડ નંબર 3 અને 14ના ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં 52 બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. 251 મતદાન મથકો પર કુલ 157 ઉમેદવારો માટે મતદાન શરૂ થયું છે. 251 મતદાન મથક પર 1424 પોલિંગ સ્ટાફ મતદાનની પ્રક્રિયામાં કાર્યરત છે. જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 229116 મતદારો નોંધાયા છે , 117163 પુરુષ અને 111943 મહિલા અને 10 અન્ય મતદારો નોંધાયા છે