ભુજ: બિપરજોય  વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભુજમાં ભારે પવનના કારણે દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. દીવાલ ધરાશાયી થતા  પિતરાઈ ભાઈ-બહેનના મોત થયા છે. 


ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે આ ઘટના બની છે.   રહેણાક વિસ્તારમાં ભારે પવન અને વંટોળિયાના કારણે  ઈંટોની દીવાલ પડતાં 2 બાળકો દટાયા હતા.  ચાર વર્ષીય મોહમ્મદ ઇકબાલ કુંભાર અને તેની છ વર્ષીય પિતરાઈ બહેન શહેનાઝ ફિરોજ કુંભારનું મોત થયું છે.   ખાલી પ્લોટની બાઉન્ડ્રી વોલ પડતાં 2 બાળકોના મોત થયા છે. 


કચ્છમાં ભારે વરસાદની આગાહી


બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્યમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં આજથી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની  આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં ગુરૂવાર અને શુક્રવારના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં  5 દિવસ ભારે વરસાદની આગાહી


બિપરજોય  વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં  વરસાદની સંભાવના છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ બે દિવસ બાદ વરસાદની શક્યતા છે. 


જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી









આ સિવાય હવામાન વિભાગે  આવતી કાલે (મંગળવારે) જામનગર,દ્વારકા, પોરબંદર , જૂનાગઢમાં  ભારે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 


ગુજરાત પર વાવાઝોડા બિપરજોયનો ખતરો વધ્યો છે. 15 જૂને વાવાઝોડું જખૌ પોર્ટ પરથી પસાર થાય તેવું ભારતીય હવામાનનું અનુમાન છે. 15 જૂને બપોર સુધીમાં પસાર થઇ શકે છે. 14 અને 15મી જૂને બિપરજોય વાવાઝોડુ માંડવી-કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં  ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.