ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં અમરેલી અને કોડીનારમાં ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ ભારે વરસાદનની આગાહી કરી છે. જેમાં આજે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 18 અને 19 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ, વલસાડ, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે વરસાદ પડી શકે છે.

સમગ્ર ગુજરાતમાં નૈઋત્ય ચોમાસાએ દસ્તક લઈ લીધી છે. છેલ્લા સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્ય પર નૈઋત્ય ચોમાસુ જોરદાર સક્રિય થયું છે જેની અસરને કારણે અમદાવા, વલસાડ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ 18 અને 19 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું એ છે કે, સોમવારે ચોમાસુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ખેડા, આણંદ અને પંચમહાલ તથા ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લાઓ સુધી પહોંચ્યું છે.

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે સમગ્ર વિસ્તારોના વાતાવરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા મળી રહી છે. ખેડુતોએ વાવણીમાં જોતરાઈ ગયા છે.