ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જળસંકટ દૂર થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે રાજ્યના 17 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે, જ્યારે 42 ડેમોમા 70 ટકાથી વધુ પાણી છે. જળાશયોમાં 60 ટકાથી વધુ જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થયો હતો. તેમજ ઉકાઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના 17 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે જે ડેમો રૂલ લેવલ સુધી પહોંચી ગયા છે તેમાંથી પાણી છોડવામાં આવશે.


ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે તમામ જળાશયોમાં પાણીનો 56 ટકા જથ્થો હતો, જ્યારે આ વખતે અત્યારે જ વિવિધ જળાશયોમાં 60 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. મુખ્યમંત્રી આપેલી જાણકારી પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે, જ્યારે છ હજાર લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.