ખેડૂતો સાવધાન! 13 અને 14 નવેમ્બરે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
abpasmita.in | 10 Nov 2019 02:37 PM (IST)
હવામાન વિભાગ દ્વારા 13-14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
અમદાવાદઃ રાજ્ય પરથી મહા વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 13-14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 13 નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગરમાં સામાન્યથી મધ્યમ અને 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસા બાદ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદની કળમાંથી ખેડૂતો હજી બેઠા નથી થયાં ત્યા નવી આગાહીથી ધરતીપુત્રો ચિંતાતુર થયા છે.