રાજયમાં હવે કડકડતી ઠંડીનો સામનો કરવો લોકોએ તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે 28 અને 29 તારીખે રાજયમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને સુરેન્દ્રનગર, કચ્છ અને રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી શકે છે. રાજયના ચાર શહેરોમાં 12 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું છે. નલિયા 7.9 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.


રાજ્યભરમાં 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોરદાર રહેવાની સંભાવના છે. 11 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે જશે. ગાંધીનગરમાં 8 ડિગ્રી આસપાસ તાપમાન છે. આગાહી પ્રમાણે, ઠંડીનો પારો નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં નીચે ઉતરી શકે છે.

રાજ્યના તાપમાનમાં આગામી બે દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ 25 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી હતી. બે દિવસ બાદ કડકડતી ઠંડી પડી શકે છે.