Gujarat rain forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પર પહોંચી છે અને તે સિસ્ટમ ડીપ ડિપ્રેશનનમાં ફેરવાઇ જતાં  વરસાદનું  (rain)નું રાજ્યમાં જોર વધ્યું છે આ સિસ્ટમ  મઘ્ય પ્રદેશ તથા રાજસ્થાન પર આવીને ખૂબ મજબૂત બનીને ગુજરાત પર પહોંચી ગઈ છે અને તેના કારણે સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં હવે અત્યંત ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. રાજ્યમાં ત્રણ સિસ્ટમના કારણે મોનસૂન સક્રિય બન્યું છે.  ડિપ્રેશન,મોન્સૂન ટ્રફ અને ઓફ શોર  ટ્રફના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે.


હવામાન વિભાગની (Meteorological Department) આગાહી  (forecast) મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ (rain)  પડશે. આજે પણ રાજ્યને મેઘરાજા ઘમરોળશે. કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ તો , તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  ઉત્તર ગુજરાતના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.


કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર રેડ એલર્ટ કર્યુ છે.  બે દિવસ કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે અને આવતીકાલે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદામાં અતિ ભારે વરસાદ  વરસી શકે છે,


મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ  આપવામાં આવ્યું છે.  તો દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદ  વરસી શકે છે.  ભારે વરસાદની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે.


સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે અતિભારે વરસાદ વરસી શકે છે. ઓરેન્જ એલર્ટને પગલે સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. નોંધનિય છે કે,  છેલ્લા ચાર દિવસ વરસેલા સાર્વત્રિક મેઘતાંડવમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાં 15 લોકોના મોત  થયા છે


અમદાવાદમાં જળબંબાકાર


 સતત 84 કલાક વરસેલા વરસાદથી અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.  બે દિવસમાં અમદાવાદ શહેરમાં 181 વૃક્ષો ધરાશાયી થયા.  તો હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથીવરસાદી આફત વચ્ચે NDRF,SDRF સહિતની કેન્દ્રની એજન્સીઓના જવાનોના રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં દિલધડક રેસ્ક્યુ કર્યું  75 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ, તો એકની 108 વાનમાં પ્રસૃતિ કરવાની ફરજ પડી હતી.ધોધમાર વરસાદને પગલે અમદાવાદ એયરપોર્ટના એપ્રન અને ટર્મિનલ-2માં  પાણી ભરાતા  લોકોની હાલાકી વધી હતી. વરસાદના કારણએ 50થી વધુ ફ્લાઈટ  મોડી પડી  હતી.


આ પણ વાંચો


Rain Forecast: આજે આ 8 જિલ્લામાં રેડ એલર્ટ, બે-ત્રણ કલાકમાં જ તુટી પડશે ધોધમાર વરસાદ, વાંચો આગાહી