Gujarat Weather Updates News: ગુજરાતવાસીઓ ગાત્રો થીજવતી ઠંડી સહન કરવા માટે તૈયાર રહેજો, રાજ્યમાં પડી રહેલા ઠંડીમાં હજુ પણ વધારો થઇ શકે છે, અને આગામી દિવસે જોર વધશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, આ વખતે ડિસેમ્બર મહિના અંતમાં ઠંડીના તમામ રેકોર્ડ તોડશે.
 
રાજ્યમાં ઠંડીનું જોર જામ્યુ છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડીમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ઠંડીમાં હજુ પણ રાહતના સમાચાર નથી. કેમકે ગુજરાતમાં જાણીતા હવામાન એક્સપર્ટ અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ ફરી એકવાર ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરી છે, એટલું જ નહીં આ વખતે રાજ્યમાં રેકોર્ડતોડ ઠંડી પડવાની વાત કહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, આ વખતે ડિસેમ્બર મહિનાના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડશે, અને જાન્યુઆરીમાં પણ તે સ્થિતિ યથાવત રહેશે. ખાસ વાત છે કે, ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીનુ મોજ ચાલુ રહેશે.


છેલ્લા પાંચ-છ દિવસથી શીતલહેર પ્રસરી છે, સમગ્ર ગુજરાતમાં રાત અને દિવસ સુસવાટા મારતા પવનો ફૂંકાઇ રહ્યાં છે, નલિયાની સાથે સાથે અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારો ઠંડાગાર થયા છે. 


ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.


આ પણ વાંચો


Cold Wave: હવે કૉલ્ડવેવ સાથે માવઠું થશે, રાજ્યમાં ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ ? જાણો શું કહે છે હવામાનકારો