Weather Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યૂ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌથી વધુ બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે, હવામાન વિભાગ અનુસાર, 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ પડ્યો જેમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો છે, આ ઉપરાંત પાલીતાણામાં 11.9 ઈંચ અને સિહોરમાં 11.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આગામી 19 જૂન સુધી દેશભરમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઇ જશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે.

Continues below advertisement

હવામાન વિભાગે રવિવારે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ચોમાસું બેસી શકે છે. આજે 17મી તારીખે ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી છે. જોકે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

તાજા અપડેટ પ્રમાણે, હવામાન વિભાગે 19 જૂન સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 21 જૂન સુધી દક્ષિણ ભારતમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે. IMD અનુસાર, તમિલનાડુ, પુંડુચેરી, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 17 જૂન સુધી કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. 21 જૂન સુધી પશ્ચિમ ભારતના ગુજરાત, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Continues below advertisement

છેલ્લા 24 કલાકમાં ક્યા જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ, પાલીતાણામાં 11.9 ઈંચ વરસાદ, સિહોરમાં 11.6 ઈંચ વરસાદ, બોટાદમાં 11, જેસરમાં 10.7 ઈંચ વરસાદ, ઉમરાળામાં 10.4, સાવરકુંડલામાં 10 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 9 ઈંચ વરસાદ, રાજુલામાં 7.4, અમરેલીમાં 6.8 ઈંચ વરસાદ, લીલીયામાં 6.7 ઈંચ, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ, ચોટીલામાં 6.2 ઈંચ, તળાજામાં 6.1 ઈંચ વરસાદ, ગારીયાધારમાં 5.9, વીંછીયામાં 5.9 ઈંચ વરસાદ, હાંસોટમાં 5.4, મોરબીમાં 4.9, બાબરામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય ખાંભામાં 4.1, ટંકારામાં 3.9,જસદણમાં 3.9 ઈંચ, ચુડા, સાયલામાં 3.9, થાનગઢમાં 3.7 ઈંચ વરસાદ, મૂળીમાં 3.7,જૂનાગઢમાં 3.6 ઈંચ વરસાદ, હળવદમાં 3.5, ભાવનગરમાં 3.5 ઈંચ વરસાદ, જેતપુરમાં3.5, ઓલપાડમાં 3.3 ઈંચ વરસાદ, અંકલેશ્વરમાં 3.3, લાઠીમાં 3.2 ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં 3.2, વડિયામાં 2.8 ઈંચ વરસાદ, ઉમરગામમાં 2.7, કલ્યાણપુરમાં 2.6 ઈંચ વરસાદ, ભેસાણમાં 2.6, બાલાસિનોરમાં 2.6 ઈંચ વરસાદ, બરવાળા, બગસરામાં 2.6, પાદરામાં 2.5 ઈંચ વરસાદ, ભરૂચ, લોધિકા, ઘોઘામાં 2.4 ઈંચ વરસાદ, ઉનામાં 2.3, વાંકાનેર, જંબુરસમાં 2.2 ઈંચ વરસાદ, કપડવંજ, પોરબંદર, ઉપલેટામાં 2.2 ઈંચ વરસાદ,વંથલીમાં 2.2, બોડેલી, ધંધુકામાં 2.1 ઈંચ વરસાદ, ગોંડલમાં 2.1, સુત્રાપાડામાં 2 ઈંચ વરસાદ, રાજકોટ, મેંદરડા, ડોલવણ, દ્વારકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.