નર્મદા ડેમને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નર્મદા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 10 લાખ 15 હજાર 569 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની જળ સપાટી 132.51 મીટર પહોંચી ગઈ છે.
પાણીની સતત આવકના કારણે ડેમના 23 દરવાજા ખોલી 9 લાખ 54 હજાર ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા, ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રીવર બેડ પાવર હાઉસમાં છ યુનિટ કાર્યરત થતા 1200 મેગાવોટ વિજળી ઉત્પન થઈ રહી છે તો નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે...
નદીમાં બે કાંઠે વહેતી થતાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને નર્મદા કિનારાના ભરૂચના 12, અંકલેશ્વરના 14 અને ઝઘડિયાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાત એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે.