કોડીનારના ફાચરિયા ગામ ફરી એકવાર બેટમાં ફેરવાયું છે. ફાચરિયા અરણેજ રોડ પર કમર સમા પાણી વહી રહ્યા હતાં જ્યારે ગામમાં ગોઠન સમા પાણી ભરાયા જેને કારણે ગામના લોકોને મુશ્કેલી પડી રહી હતી. પાણી વહેતું થતાં ફાચરિયા અરણેજ રોડ બ્લોક થઈ ગયો હતો.
ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. કપિલા, સરસ્વતી, હિરણ, દેવિકા, સાંગાવાડી સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી જેને જોવા માટે આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતાં. કલાકોના વિરામ બાદ પણ નદીઓ રોદ્ર સ્વરૂપમાં જોવા મળી હતી.
ગીર જંગલમાં વહેતી તમામ નદીઓ બે કાંઠે જોવા મળી હતી. કપિલા નદીના કિનારે આવેલા સોનારિયા ગામ, દેવિકા નદી કિનારે આવેલા ડાભોર ગામ જ્યારે સરસ્વતી નદીના કાંઠે આવેલા બીજ ગામના રસ્તાઓમાં હજુ પણ ગોઠણ ડૂબ પાણી જોવા મળ્યા હતાં જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી હતી.