અમદાવાદ: વિરામ બાદ વરસાદ ગુજરાતમાં ફરી એન્ટ્રી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલું રહી શકે છે.
ભાદરવાની ગરમી વચ્ચે ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10મી સપ્ટેમ્બરને ગુરુવારથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થશે. હળવા વરસાદની સાથે સાથે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 10મી સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.
11 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
12 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.
11, 12 અને 13 સપ્ટેમ્બરે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 08:40 AM (IST)
ભાદરવાની ગરમી વચ્ચે ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10મી સપ્ટેમ્બરને ગુરુવારથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના
- - - - - - - - - Advertisement - - - - - - - - -