હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ઉપરવાસમાંથી ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


નર્મદા નદીમાં પાણી છોડાતાં ભરૂચ, નર્મદા અને વડોદરાના 52 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરા અને ભરૂચમાં NDRFની એક-એક ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે.

ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 131.04 મીટર પર પહોંચી છે. જ્યારે હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ભરૂચ પાસે નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટે પહોંચ્યું છે. જેને કારણે નદીકાંઠાના 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 9.27 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા ડેમમાં પાણી છોડાતાં સૌથી વધુ અસર ભરૂચ જિલ્લામાં જોવા મળશે.

ઓમકારેશ્વર ડેમમાંથી પાંચ લાખ ક્યૂસેક પાણી છોડાતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી ત્રણ લાખથી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. રિવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી એક હજાર મેગાવોટ વીજળી પણ ઉતપન્ન થઈ રહી છે.

ઉપરવાસમાંથી પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જ્યારે 8,13,599 ક્યુકેસ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલતાં નદી કાંઠા અને જિલ્લાના 21 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

નર્મદા ડેમ નજીકના ગરૂડેસ્વર તાલુકાના ગભણા, કેવડિયા અને વસંતપુરા આમ 3 ગામમાંથી 10 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતાં નર્મદા નદીમાં છોડવામાં આવતાં પાણીમાં વધારો કરવામાં આવ્યો છે.