ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. થોડા સમયના વિરામ બાદ રાજય પર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહેલી જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડશે. નોંધનીય છે કે, રવિવારે પણ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. રવિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતાં.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જેમાં 103 ડેમ 100 ટકા કરતા વધુ ભરાયા હતા. આ વખતે જોકે સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો હતો.
અત્યારે ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગને કેમ કરવી પડી આગાહી? જાણો રહ્યું કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2020 10:26 AM (IST)
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -