અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા નધી રહી છે. કોરોનાના સંક્રમણના કેસોમાં થતા વધારા વચ્ચે જાણીતા કથાકાર જીગ્નેશ દાદા પણ કોરોનાનો ભોગ બન્યા છે.

જીગ્નેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર કરાઈ રહી છે. કથાકાર જીગ્નેશ દાદાનું સ્વાસ્થ્ય ખરકાબ હોવાના સમાચાર પ્રસરતાં તેમની તબિયતના સમાચાર પૂછવા માટે પ્રસંશકો એકબીજાને ફોન કરી રહ્યા છે.

જીગ્નેશ દાદનું સ્વાસ્થ્ય સારું થાય અને તેમને કંઈ ના થાય એ માટે મહામૃત્યુંજય મંત્રના જપ પણ શરૂ કરવામાં આવ્યા છે. સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા છે. જીગ્નેશ દાદા સાથે જોડાયેલા લોકો, પ્રશંસકો, અનુયાયીઓ તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.