અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ હવે લગભગ વિદાય લઈ લીધી છે ત્યારે આગમી 5 દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજા બાજુ રાજ્યના કેટલાક ભાગમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગઓ છે. વહેલી સવારે અને મોડી રાત્રે હવે લોકો ઠંડી અનુભવી રહ્યા છે. ખાસ તો નલિયા, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગમાં ઠંડીનો ચમકારો હવે ધીમે ધીમે જોવા મળી રહ્યો છે.


એક બાજુ વરસાદની આગાહી તો બીજુ રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલી તથા કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય એવો ચમકારો જોવા મળી રહ્યો છે. હાઈવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. રાજકોટથી જૂનાગડ જતા નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળી છે. જેના કારણે વાહનોએ પણ સ્પીડને કન્ટ્રોલમાં રાખવાની ફરજ પડી હતી. ધુમ્મસને કારણે હાઈવે પર વાહનચાલકોએ હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી છે.

વરસાદની વિદાય સાથે રેઇનકોટે પણ વિદાય લઈ લીધી છે તો હવે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળતા લોકોએ વહેલી સવારે અને મોડી રાત્રે ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે. જોકે એક બાજી વરસાદ તો બીજા બાજુ ઠંડી આમ મિશ્ર ઋતુને કારણે શરદી ખાંસીના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.